Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

રિલાયન્સ ડિફેન્સ સામે ત્રણ માસથી રાજુલામાં ચાલતું આંદોલન ગાંધીનગર પહોંચ્યું :કાલથી સત્યાગ્રહ છાવણીમાં કરશે ઉપવાસ

કોન્ટ્રક્ટર અને સપ્લાયરના કરોડો રૂપિયાના બિલ નહીં ચુકવતા આંદોલન ;અમરીશ ડેર 200 લોકો સાથે ઉપવાસ કરશે

 

અમદાવાદ :અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ સામે છેલ્લા ત્રણ મહિનાથી રાજુલામાં ચાલી રહેલું આંદોલન હવે ગાંધીનગર પહોંચ્યું છે. રિલાયન્સ દ્વારા કોન્ટ્રાક્ટર અને સપ્લાયર્સને ચૂકવવા પાત્ર કરોડો રૂપિયાની રકમ પૈસા નથી તેવું કારણ આપી ચુકવવામાં નહીં આવતા હવે મંગળવારના રોજ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કરશે.

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર 200 લોકો સાથે ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર બેસી રહ્યા છે.

 

(10:21 pm IST)