Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

બીટકોઈન કૌભાન્ડમાં નલિન કોટડિયાની ગમે ત્યારે ધરપકડ થવાની શક્યતા :પોતાનું એન્કાઉન્ટર થવાનો કોટડિયાને ભય

240 કરોડના બીટકોઇન કૌભાંડના શૈલેષ ભટ્ટ સાથે મોટા માથા સામેલ હોવાનો કોટડિયાનો આરોપ

સુરત ;બહુચર્ચિત બીટ કોઈન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે શૈલેષ ભટ્ટ ઉપર 240 કરોડના બીટકોઇન કૌભાંડનો આરોપ મુકનાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ કરવાની કાર્યવાહી સીઆઇડી ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છેબીજીતરફ  નલિન કોટડિયાએ પણ એક પ્રેસ રિલિઝ કરીને 240 કરોડના બીટકોઇન કૌભાંડના શૈલેષ ભટ્ટ સાથે મોટા માથા સામેલ હોવાનો પણ પ્રેસનોટમાં આરોપ મુક્યો છે.

નલિન કોટડિયાએ પ્રેસનોટમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે, 12 કરોડના બીટકોઇન કેસમાં ફરિયાદી થયેલી તપાસ એજન્સીઓ અત્યારે 240 કરોડના કૌભાંડ મામલે કેમ ચુપ છે. ઉપરાંત પોતાનું એન્કાઉન્ટ થવાની દહેશત પણ નલિનકોટડિયાએ વ્યક્ત કરી છે. શૈલેષ ભટ્ટની ઓડિયો ક્લિપ પોતાની પાસે હોવાનું પણ કોટડિયાએ પ્રેસનોટમાં જણાવ્યું છે.

   સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી દીપાંકર ત્રિવેદીએ બીટકોઇન કેસ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સીઆઈડી ક્રાઇમે નલિનકોટડિયાની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે બીટકોઇન કૌભાંડ મામલામાં નલિનકોટડિયાનો રૂ.66 લાખનો હિસ્સો હોવાનું ખુલ્યું છે. જેમાં રૂ.25 લાખ તેના ભાણા નમનને અમદાવાદ મોકલાયા હતા જ્યારે રૂ.10 લાખ ધારીમાં તેમના સાળા નવનિતને આપ્યા હતા. નમને અમદાવાદથી રાજકોટ આંગડિયા મારફતે રૂપિયા મોકલ્યા હતા. ધારીમાં જમીનની ડીલ માટે નમને રાજકોટ રૂપિયા મોકલ્યા હતા. જોકે, સીઆઈડી ક્રાઇમે રકમ રિકવર કરી હતી. સીઆઈડી ક્રાઇમે નાનકુ લવારિયા અને ગભરૂ પાસેથી પૈસા રિકરવર કર્યા હતા.

   તાજેતરમાં ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બિટકોઈન 12 કરોડ કૌભાંડ મામલે ચાલી રહેલી તપાસ અંગે આરોપી શૈલેષ ભટ્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ બિટકોઇન તોડ કેસમાં  નલિન કોટડિયાએ મોટો ખુસાલો કર્યો છે. કોટડિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘હું ક્યાય ભાગી નથી ગયો, હું ધારીમાં મારા નિવાસ સ્થાને રહું છું, શૈલેષ ભટ્ટ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેમણે બિટકોઇન મામલો ખોટા આરોપો લગાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.’

   ઉપરાંત બિટકોઇન અંગે પ્રદિપસિંહને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બિટકોઇન મામલે કિરીટ પાલડિયાની સાથે રહીને પ્રદિપસિંહને રજૂ કરી હતી. સુરતમાં બિટકોઇનને લઇને મોટા કૌભાંડની રજૂઆત કરી હતી. લોકોના નાણા વેડફાય નહીં તે માટે રજૂઆત કરી હતી. શૈલેષ ભટ્ટ ઉપર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, શૈલેષ ભટ્ટે કંપનીના નામે બિટકોઇન વેચ્યા હતા. 2300 બિટકોઇન રૂ14.50 કરોડ આંગડિયા મારફતે મુંબઇ મોકલ્યા હતા. શૈલેષ ભટ્ટ સામે લોખંડની ચોરીનો પણ આરોપ નલિન કોટડિયાએ લગાવ્યો છે. શૈલેષ ભટ્ટે નકલી પીઆઈ બનીને ખેલ પાડ્યો હતો. તે સંપ્રદાયની આડમાં જમીનનો વહિવટ કરે છે.

    શૈલેષ ભટ્ટ ઉપર વધારે આરોપ મુકતા નલિન કોટડિયાએ કહ્યું હતું, કે શૈલેષ ભટ્ટ બિલ્ડર નથી, એક પણ બિલ્ડિંગ બાંધી નથી, બિટકોઇનના સમગ્ર કેસમાં હું નિર્દોષ છું, જોકે, પોલીસનો નિર્ણય માન્ય રહેશે. ઓડિયો ક્લિપની વાત કરતા કોટડિયાએ કહ્યું હતું કે, કોને કેટલા રૂપિયા તેની ઓડિયો ક્લિપ મારી પાસ છે પરંતુ કોઇની રાજકીય કારકિર્દી જોખમાય તેવું હું ઇચ્છતો નથી.

    શૈલેષ ભટ્ટે 240 કરોડના બિટકોઇનનું કૌભાંડ કર્યું છે તે અમે ખુલ્લું પાડીશું. કેસમાં પોલીસને જ્યારે જરૂર પડશે ત્યારે હું પુરો સહકાર આપીશ. તપાસ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, CID ક્રાઇમને તમામ પુરાવા આપ્યા છે. ઉપરાંત કિરીટ પાલડિયાએ 28 વખત CID ક્રાઇમમાં જવાબ આપ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કિરીટ પાલડિયાએ અનંત પટેલને કોઇ બિટકોઇન ટ્રાન્સફર કર્યા નથી. બિટકોઇન ટાન્સફર થતા નથી તો રૂપિયા ક્યાંથી આવ્યા. વગદાર વ્યક્તિઓ ખુલ્લા ના પડે એટલે મારા પર મામલો નાખી દેવાયો છે. મને સંડોવવા માટે SP પર દબાણ થઇ રહ્યું હોવાનો પણ આક્ષેલ નલિન કોટડિયાએ લગાવ્યો હતો.

(10:03 pm IST)