Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સાડા ત્રણ લાખની લૂંટ કરનારા ચાર ઝડપાયા

રખિયાલમાં લૂંટ કરાઈ હતી

અમદાવાદ,તા.૭ :  તાજેતરમાં જ રખિયાલમાં વેપારીને ઓફિસમાં બાંધીને સાડા ત્રણ લાખ રૃપિયાની લૂંટ કરનાર ચાર ઇસમોને પકડી પાડવામાં ક્રાઈમ બ્રાંચે આખરે સફળતા મેળવી લીધી છે. બાતમીના આધાર પર ક્રાઈમ બ્રાંચની ટીમે કેતન બાબુભાઈ ભાસ્કભાઈ, માઝીદખાન ઉર્ફે બોબડા, રાણસિંહ ઉર્ફે રણજીત અને જાકીર ઉર્ફે જેકીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ ચારેય શખ્સોની પુછપરછનો દોર હવે શરૃ થયો છે. ઝડપાયેલાઓ પૈકી ચેતન ભાઈપુરા હાટકેશ્વર વિસ્તારમાં રહે છે જ્યારે માઝીદ બહેરામપુરાનો રહેવાસી છે. આવી જ રીતે રાણસિંહ વસ્ત્રાલમાં રહે છે. જ્યારે જાકીર બહેરામપુરાનો રહેવાસી હોવાની વિગતો મળી છે. ઉપરોક્ત તમામ આરોપીઓની પુછપરછ કરતા આ ચોરી અંગે માહિતી મળી હતી.ત્રણેય આરોપીઓ અગાઉ પણ કેટલાક કેસોમાં સામેલ રહ્યા છે. આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું છે કે, કેતન અગાઉ રખિયાલ જયમંગલ એસ્ટેટમાં નવકાર સ્ટીલમાં નોકરી કરતો હતો. હાલમાં કોઇ કામ કરતો ન હતો. દેવું વધી જતાં દુકાનમાં લૂંટ કરવાની યોજના બનાવવામાં આવી હતી

(9:36 pm IST)