Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

રાજ્યમાં અંગદઝાડતી ગરમી;સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43,5 ડિગ્રી તાપમાન:કંડલા એરપોર્ટમાં 43,2,અમરેલીમાં 43 ડિગ્રી

અમદવાદ ;રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીમાં લોકોને ચક્કર, ઉલટી થવાના બનાવો બની રહ્યાં છે. પારાવાર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. રાજ્યમાં સૌથી વધું ગરમ શહેર સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43.5 ડિગ્રીને પાર થઈ ગયો હતો. કંડલા એરપોર્ટ ગુજરાતનું સૌથી ગરમ એરપોર્ટ બની ગયું છે. કંડલા એરપોર્ટ ખાતે ગરમી 43.2 ડિગ્રી નોંધાયી છે. જ્યારે અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 41.8 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, રાજકોટમાં 42.5 ડિગ્રી, ડીસામાં 41.2 ડિગ્રી ભાવનગરમાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી ગરમી નોંધાયી છે.

(8:58 pm IST)