Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

વડોદરામાં જુના ઝઘડાની અદાવતમાં થયેલ અથડામણમાં ચારને ઇજા

 વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા યુવકો વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની અદાવતે ફરી બોલાચાલી થઈ હતી જેમાં બંને પક્ષે છરા અને ચાકુથી હુમલો થતાં ૪  યુવકોને ઈજા પહોંચી હતી. ગોત્રી વિસ્તારમાં રાત્રે ઘડિયાળીસર્કલ પાસે બાઈકસવાર યુવકોનો છરા-ચાકુથી સામસામે હુમલો ઃ ચારને ઈજા દિવાળીપુરા વિસ્તારના રાજીવનગરમાં રહેતા ૧૯ વર્ષીય અજય ચૈાહાણ ટાઈલ્સ ફીટીંગનું કામ કરે છે. ગઈ કાલે રાત્રે તે તેના મિત્રો સંજય ઉર્ફ ક્રિષ્ણા રાજુભાઈ માળી અને સંજય જાદવ સાથે રાત્રે તાંદલજામાં નાસ્તો કરીને ઘરે જતા હતા તે સમયે તેઓને ઘડીયાળીસર્કલ પાસેથી ટર્ન લેતા હતા તે સમયે તેઓની પર નારણપુરામાં રહેતા જયેન્દ્રસિંહ ભરતસિંહ રાઠોડ તેમજ દિળાળીપુરાના રાજીવનગરમાં રહેતા અમર ધર્મેન્દ્ર બંગેરા,તેનો ભાઈ અજય ઉર્ફ ઉજ્જુ  અને નૈનેષ મનોજ સોલંકીએ અગાઉ થયેલા ઝઘડાની અદાવતે હુમલો કર્યો હતો. તેઓએ બાઈક પર બેઠેલા ક્ષ્ણિાને ચાલુ બાઈકે ખેંચીની નીચે પાડી દીધો હતો અને ને જયેન્દ્રએ ક્રિષ્ણાના ગળા પર ગળા અને છાતીના ભાગે છરાના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત ક્રિષ્ણાને મિત્રોએ ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો જયાંથી તેના ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ બનાવની અજયે ગોત્રી પોલીસ મથકમાં ઉક્ત ચારેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે રાજીવનગરમાં રહેતા ટેમ્પો ડ્રાઈવર ૨૨ વર્ષીય અજય ઉર્ફ અજ્જુ બંગેરાએ પણ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈ કાલે રાત્રે તે, તેનો ભાઈ અમર તેમજ મિત્રો નૈનેષ અને જયેન્દ્રસિંહ રાઠોડ સાથે ઘડિયાળીસર્કલ પાસેથી પસાર થતા હતા તે સમયે સામેથી આવેલા સંજય ઉર્ફ ક્રિષ્ણા રાજુ માળી (માળી મહોલ્લો નવીકોર્ટ પાછળ)અને બે મિત્રો અજય ચૈાહાણ અને સંજય મહેશ જાદવે (ગદાપુરાગામ,ગોત્રી)એ ઝઘડાની અદાવતે તેઓને અપશબ્દો કહ્યા હતા. આ મુદ્દે તેઓની વચ્ચે ઝપાઝપી થતાં સંજેયે અમરના પગમાં ચાકુ મારી ઈજા પહોંચાડી હતી અને અજય, નૈનેષ અને જયેન્દ્રસિંહને માર માર્યો હતો.
 

(6:26 pm IST)