Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

વલસાડમાં નાના ગઠિયાએ વૃદ્ધના ખિસ્સામાંથી પાકીટ સેરવી લેતા અરેરાટી

વલસાડ: રવિવારે સવારે 10.15 વાગ્યાના અરસામાં અબ્રામાના સોના પ્લોટ વિસ્તારમાં પ્લોટ નં.72-એ માં ‘માં’ બંગલોમાં રહેતા 61 વર્ષીય આદિલ અંકલેશ્વરિયા શાકભાજી માર્કેટમાં આવેલી જલારામ ખમણ હાઉસમાં ખમણ અને બટાકાવડા લેવા ગયા હતા. ફરસાણ લીધા બાદ આધેડે તેમના ઝભ્ભાના ઉપરના ખિસ્સા માંથી પાકીટ કાઢી કેશ કાઉન્ટર પર પૈસા આપી ત્યાંથી ચાલી નિકળ્યા હતા. તે દરમિયાન તેમની બાજુમાં કોઈ નાનો 14થી 15 વર્ષનો અંધજન છોકરો ઉભેલો તેમણે જોયો હતો. આધેડ તેમની બાઈક પાસે પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના ઝભ્ભાના ઉપરના ખિસ્સામાં પાકિટ નથી.

તેઓ તરત ફરસાણની દુકાનમાં ગયા પૂછપરછ કરી, તો દુકાનદારે તેમને સીસીટીવીના ફૂટેજ બતાવ્યા તો, તેમાં જણાયું કે તેમની પાસે ઉભેલો નાનો ટાબરિયો બહુ જ ચાલાકીથી તેમના ગજવામાંથી પૈસા ભરેલું પાકિટ કાઢી તફડાવી ગયો હતો. આધેડના પાકિટમાં રૂ.2000ની 10 નોટ, રૂ.500ની 2 નોટ અને રૂ.100ની નોટ હતી. ઉપરાંત તેમાં બાઈકની આરસી બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ વિવિધ બેન્કના ડેબિટકાર્ડ અને તેમની પત્નિના વિઝીટીંગ કાર્ડ હતા

(6:26 pm IST)