Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

દેવગઢ બારિયાની મોટીજરીમાં 13 વર્ષીય તરુણી પર કાકીએ વિલનની ભૂમિકા ભજવી હવસનો શિકાર બનાવતા અરેરાટી

દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના મોટીઝરી ગામમાં રહેતી 13 વર્ષિય તરૂણી ઘરના આંગણામાં નિંદ્રાધિન હતી. ત્યારે 30 એપ્રિલે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં તેની પાસે આવેલી કુટુંબી કાકી ઉંઘમાંથી જગાડીને કોઇ લાલચ આપીને પોતાની સાથે લઇ ગઇ હતી. એક કિમી દૂર આવેલા હિન્દોલિયા જઇને કાકીએ તરૂણીને હિન્દોલિયાગામના અલ્કેશ વેચાત પટેલને સોંપી દીધી હતી. યુવકે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન11 વાગ્યાના અરસામાં કિશોરીના પિતા લઘુશંકા માટે ઉઠતાં તેનો ખાટલો ખાલી જોવાતાં પરિવારને જગાવીને શોધખોળ શરૂ કરી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી તરૂણીને કાકી સમજાવીને પરત મુકવા આવી રહી હતી.

દરમિયાન પરિવારને જાગેલો જોઇને તે તરૂણીને ઘરના બાથરૂમ પાસે મુકીને નાસી છુટી હતી. ચિંતાતુર પિતાએ તરૂણીને આક્રોશ સાથે ક્યાં ગઇ હોવાનું પુછતાં તેણે કોઇ જવાબ આપ્યા વગર દોટ મુકીને ઘર પાસેના કૂવામાં છલાંગ મારી દીધી હતી. આ જોઇને પિતા પણ તેને બચાવવા કૂવામાં કૂદી પડ્યા હતાં.કૂવામાં ચાર જ ફુટ પાણી હોવાને કારણે બંનેનો આબાદ બચાવ થયો હતો. પરિવારના લોકોએ પુછપરછ કરતાં તરૂણીએ બનેલી બીના વર્ણવી હતી. પરિવારે કાકીને પકડતાં અલ્કેશનું નામ ખુલ્યું હતું. આ ગંભીર ઘટના મામલે કિશોરીના પિતાએ કુટુંબી કાકી અને અલ્કેશ સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(6:26 pm IST)