Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

પાવી જેતપુર નજીક મોરી રાસલીમાં રેતી ખનન કરતા 7 ટ્રકની અટકાયત

પાવી જેતપુર: પાવી જેતપુરને અડીને આવેલા મોટી રાસલી ખાતે રેતીની લીઝો આવેલી છે જ્યાં કાયદેસરની લીઝો સાથે સાથે ગેરકાયદે રેતી ખનન પણ કેટલાક રેતી માફિયાઓ ચલાવી રહ્યા છે. જેના ઉપર ગઇકાલે સાંજે છોટાઉદેપુર જીલ્લા એલસીબી, એસઓજી અને ખાન ખનીજ વિભાગે સંયુક્ત દરોડો પાડીને ૭ ટ્રક તેમજ ૩ હિટાચી મશીન સહીત રૂ. ૨.૩૦ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડતા રેતી માફિયાઓમા ફફડાટ વ્યાપી ગયો છે.

છોટાઉદેપુર જીલ્લાની ઓરસંગ નદીમાં ઠેર ઠેર રેતીની લીઝો આવેલી છે જ્યાં દરરોજ હજારો ટ્રક રેતી ભરીને કાઢવામાં આવે છે.જેના થકી સરકારને કરોડો રૂપિયાની આવક રોયલ્ટીનારૂપે થાય છે. પરંતુ કેટલાક રેતી માફિયાઓ હંમેશા અહીયાં સક્રીય રહે છે કે જેઓ ગેરકાયદે રેતી ખનન કરી સરકારને કરોડોનું ચૂનો ચોપડે છે. જેની સામે વહીવટી તંત્ર કાર્યવાહી નામ માત્રની જ કરી રહ્યું હોવાનું જણાઈ રહયું છે.

(6:26 pm IST)