Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સમાજના ડરથી કંટાળી સુરતના પ્રેમી પંખીડાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરતઃ સચિન સુડા આવાસમાં આશરે 20 દિવસ પહેલાં જ રહેવા માટે આવેલાં અને લિવ ઇન રિલેશનમાં સાથે રહેતા પ્રેમીપંખીડાંએ સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આસપાસના લોકોને દુર્ગંઘ આવતાં પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે પ્રેમી પંખીડાના મૃતદેહ ઉતારીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ ચીખલીના વેલણપુર ગામના વતની નીલેશભાઈ ઠાકોરભાઈ પટેલ (21) ભરૂચના નેત્રંગ ખાતે રહેતી નર્મદા શ્રાવણભાઈ વસાવા સાથે સચિન સુડા સેક્ટર-2, સાંઈનાથ સોસાયટીમાં 15-20 દિવસથી લિવ ઇન રિલેશનમાં સાથે રહેતાં હતાં. પરંતુ અચાનક આ પ્રેમી પંખીડાની બંધ રૂમ રહેવા લાગી હતી. સાથે બાજુની રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાથી પાડોશી કરિશ્માએ રૂમના દરવાજાને ધક્કો મારી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો ખુલ્યો ન હતો. જેથી તેણે બારી વાટે જોતાં તે ચોંકી ઊઠી હતી. રૂમમાં નીલેશ અને નર્મદા ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યાં હતાં.

(6:25 pm IST)