Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સુરતના જહાંગીર વિસ્તારમાં ફ્લેટમાં ધમધમતી દારૂની મહેફિલ પર સોસાયટીની મહિલાઓએ છાપો માર્યો

સુરતઃ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દારૂ પાર્ટી પર સોસાયટીની મહિલાઓ છાપો માર્યો હતો. મહિલાઓએ થાઈલેન્ડની ત્રણ મહિલા સહિત સાતને ઝડપી પોલીસને હવાલે કર્યા હતા. પોલીસ તપાસમાં સાતેય દારૂના નશામાં હોવાથી તમામને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, જહાંગીરપુરા વિસ્તારમાં અંકુર હાઈટ્સમાં આવેલા એક ફ્લેટમાં દારૂ પાર્ટી ચાલતી હોવાની જાણ સોસાયટીની મહિલાઓ થઈ હતી. જેથી ગત રોજ રાત્રે મહિલાઓ ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. જેમાં થાઈલેન્ડની ત્રણ મહિલા અને ચાર યુવકો મળી આવ્યા હતા. જેથી તમામને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં સાતેય દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તમામને સુરત હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

(6:25 pm IST)