Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

એલસીબી ખેડા પોલીસે દારૂના ગુનાહમાં સંડોવાયેલ બે બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરી

ખેડા:એલસીબી ખેડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ ઘનશ્યામ ઉર્ફે સ્વામી વિઠ્ઠલભાઈ શર્મા (રે. અંજલી કોમ્પલેક્ષ, નડિયાદ) તથા હર્ષદભાઈ રાવજીભાઈ તળપદા (રે. સુંદરકુઈ, નડિયાદ)ની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક, ખેડા મારફત કલેક્ટરને મોકલી હતી. 
આ પાસા દરખાસ્ત મંજૂર કરી કલેક્ટરે પાસા વોરંટ ઈસ્યુ કર્યા હતા. જેથી એલસીબી ખેડા પોલીસે બંને બુટલેગરોને પાસા વોરંટની બજવણી કરી અટક કરી હતી. બાદમાં બુટલેગર ઘનશ્યામભાઈ ઉર્ફે સ્વામી વિઠ્ઠલભાઈ શર્માને જિલ્લા જેલ ભૂજ જ્યારે બુટલેગર હર્ષદભાઈ રાવજીભાઈ તળપદાને જિલ્લા જેલ સુરત ખાતે મોકલી આપ્યા હતા. 

(6:24 pm IST)