Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

અંબાજીના બેડા ગામ પાસે રસ્તા ઉપર ૧૦૮ની ટીમ દ્વારા મહિલાની પ્રસુતિઃ માતા અને બાળકની ‌તબિયત તંદુરસ્ત

અંબાજીઃ દાંતા તાલુકાના બેડા ગામે ૧૦૮ની ટીમે અેક મહિલાની રસ્‍તા ઉપર પ્રસુતિ કરાવી હતી. ત્યારબાદ બંને તંદુરસ્‍ત હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંબાજીના દાંતાના બેડા ગામ પાસે બની છે. કે જ્યાં નજીકમાં કોઈ દવાખાનું નથી. જેથી આ મહિલાને 3 કિલોમીટર ચાલીને દૂર જવું પડ્યું હતું. જો કે 108ના સ્ટાફ દ્વારા મહિલાની રોડ પરથી ડિલિવરી કરવામાં આવી હતી. સદનસીબે માતા અને બાળની તબિયત સારી છે. અને બંને સુરક્ષિત છે.

ઉલ્લેખનિય છે કે બેડા ગામે જવાનો માર્ગ ન હોવાથી રોડ પર જ ડિલિવરી કરવામાં આવી હતી. અને પ્રસૂતા મહિલાને પીડા સાથે 3 કિલોમીટર દુર સુધી ચાલીને જવું પડ્યું હતું. જેથી આ સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

(5:57 pm IST)