Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

રાજયભરમાં ચૂંટણી પંચના સોફટવેર ERO-NETમાં મોટો પ્રોબ્‍લેમ : મતદાર યાદીની પ્રસિધ્‍ધી ફરી પાછી ઠેલાઇ !!

ડેટાએન્‍ટ્રી-લોંગઇન-એન્‍ટ્રી ઉડી જવી, સહિતની રાજયભરમાં સંખ્‍યાબંધ કવેરીઓ હોવાનો રીપોર્ટ : હવે ૧૪મીએ પ્રસિધ્‍ધિ થશેઃ આ કવેરી અંગે આજે બપોર બાદ રાજયના મૂખ્‍ય ચૂંટણી અધિકારીની ખાસ વીસી..

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત રાજયભરમાં મતદાર યાદીની પ્રસિધ્‍ધિ ફરી આજે અટકી ગઇ છે, ચૂંટણી પંચના ખાસ નવા સોફટવેર ઇઆરઓ-નેટને કારણે આમ થયાનું અધિકારી સૂત્રોમાંથી જાણવા મળ્‍યું હતું.

સાધનોએ ઉમેર્યું હતું કે સતત આ ત્રીજી વખત મતદાર યાદીની પ્રસિધ્‍ધી ફરી પાછી ફેલાઇ છે, હવે ૧૪મીએ પ્રસિધ્‍ધિ થશે, ચૂંટણી પંચ આ બાબતને ભારે ગંભીરતાથી લઇ રહ્યું છ.ે

ચુંટણી પંચના ઉપરોકત સોફટવેરમાં અનેક કચેરીઓ ઉભી થઇ છે, રાજકોટ શહેર-જીલ્લામાં અનેક ડેટા એન્‍ટ્રી બાકી છે, અન્‍ય મુદાઓમાં લોંગઇન ન થવું, ડેટા એન્‍ટ્રી ઉડી જવી વિગેરે અનેક મુદા ઉભા થયા છે, રાજયભરમાં આવો પ્રોબ્‍લેમ હોય મતદાર યાદીની પ્રસિધ્‍ધિ પાછી ઠેલાઇ છે, આ સંર્દભે આજે રાજયના મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી મુરલી ક્રિષ્‍ણને તમામ કલેકટરો સાથે બપોર બાદ સ્‍પે.વીસી યોજી છે, એમાં પણ આ સોફટવેર-કવેરી-ડેટા એન્‍ટ્રીના મુદાની સમીક્ષા થશે.

(4:20 pm IST)