Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સરકારના કારણે ઉભા થયેલા જળસંકટથી પરેશાન પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા જળસંચયનું નાટક

જનતા પાણીથી ત્રસ્ત અને સરકાર ખોટી-મોટી જાહેરાતમાં વ્યસ્તઃ ડો. મનીષ દોશી : જવાબદારોની અણઆવડતથી ગૌમાતા સહિત લાખો પશુઓ મોતના ખપ્પરમાં ધકેલાય તેવી સ્થિતિ

અમદાવાદ, તા.૭ : "ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે સૂકાખેતરો, પલાયન કરતું પશુધન અને આફતને સહનકરીને ઈશ્વરને મદદની આજીજી કરતા ખેડૂતો હવેભૂતકાળની વાત બની ગઈ છે" વર્ષ ર૦૧૬માંગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચનમાંઆવી વાત કહેવડાનાર એ જ ગુજરાતની ભાજપસરકાર ર૦૧૮માં એમ કહે છે કે જળ અભિયાનપાણીના દુકાળને ભૂતકાળ બનાવશે એ કેવી રીતે માનીશકાય ? એવો વેધક પ્રશ્ન ગુજરાતપ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રવકતા ડૉ.મનિષ દોશીએ કર્યો છે.વર્ષ ર૦૧૬માં એવું કહેવાયું હતું કે, બહુ-આયામીજળ-વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિતકરીને રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અનેસિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સરકાર  અવિરત પ્રયાસો કરી રહી છે." આ અવિરતપ્રયાસોનું પરિણામ ર૦૧૮ના મે માસમાં શૂન્ય છે.શહેરોની સ્થિતિ તો અતિ ગંભીર છે.

શહેરોમાં આવેલાકેટલાય તળાવોમાં વરસાદી પાણીના સંગ્રહની યોગ્યવ્યવસ્થા નથી. અન્ય તળાવોમાં જતી સ્ટોર્મવોટરલાઈનને બદલે વરસાદી પાણી ગટર લાઈનોમાંવહી જાય છે. ટૂંકમાં શહેરી તળાવોમાં વરસાદી પાણીનોસંગ્રહ કરવાને બદલે સીધું ગટરમાં વહી જવા દેવાયછે તે જોતા ર૦૧૮ના ચોમાસામાં કેટલું વરસાદીપાણી સંગ્રહ થઈ શકશે તે એક મોટો સવાલ છે. એકંદરેજોતા આગામી બે માસમાં પીવાના પાણી માટે સરકારેકોઈ ઠોસ પગલાં લીધા હોય તેવું જણાતું નથી.

ભવિષ્યનો વિચાર સફળ થાય પણ વર્તમાનની ભારેકટોકટીનો ઉકેલ શાસકો પાસે જણાતો નથી તે સ્વયંસ્પષ્ટ વાત છે અને તેનું કારણ ર૦૧૭ના છેલ્લા ૬મહિનામાં પાણીનો કરેલો અક્ષમ્ય વેડફાટ જવાબદારછે. ત્યારે ભાજપ સરકારના પાપે ઉભા થયેલા જળસંકટથી પરેશાન પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા જળસંચયનું નાટક અંગે રૂપાણી સરકારનો જવાબ માંગતાડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પીવાના પાણીનીઅછત ગુજરાતની મોટી સમસ્યા બનતી જાય છે.ગ્રામીણ વિસ્તારોમાં પાણી છે જ નહીં અને શહેરોમાંપણ પાણીની વ્યવસ્થા ટેન્કરો દ્વારા ઉભી કરાઈ રહી છે.આ વર્ષે સમગ્ર ગુજરાત પાણીની તંગીથી ઝઝુમી રહ્યુંછે. ભૂગર્ભ જળ અને નર્મદાના પાણીનો દુરૂપયોગકરવાને કારણે જ આ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે.

(4:19 pm IST)