Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ફોર્ડ ઈન્ડિયાની નવીનતમ ફ્રીસ્ટાઈલ કારનું સાણંદ ફેકટરીમાં ઉત્પાદન

અમદાવાદઃ નવીનતમ ફોર્ડ આધુનિક આક્રમક, આવકાર આપતી અને એકશન માટે તૈયાર જણાય છે. જે ઓફ રોડ કે ઓન રોડ બંને સ્થિતીમાં જોવા મળે છે. ઈલેકટ્રોનિક સ્ટેબિલીટી કંટ્રોલ સાથે કામ કરે છે અને એન્જીન ર્ટોક ઘટાડવા માટે સંબંધિત વ્હીલ્સને બ્રેક અતે છે અને કોઈપણ સંભવીત રોલ ઓવર સ્થિતીઓને રોકે છે. ફ્રી સ્ટાઈલ તમામ ડ્રાઈવીંગ સ્થિતીઓમાં સ્પોર્ટીયર પર્ફોર્મન્સ આપે છે અને અનોખી રીતે ટયુન્ડ સસ્પેન્શન વધુ પહોળા ટ્રેક, હીસીએસ એબીએસ વિન ઈબીડી સેગમેન્ટમાં પ્રથમ વ્હિલ આસિસ્ટ અને અનોખા ઈપીએસ સાથે જેવી વિશેષતાઓ ધરાવે છે.

ફ્રી સ્ટાઈલ ફોર્ડ સુરક્ષાના ક્ષેત્રે નેતૃત્વને જાળવી રાખશે તેમાં તે સ્ટાન્ડર્ડ ડયુઅલ એરબેગ્સ તમામ વેરિએન્ટ લાઈનઅપમાં આપે છે. જેઓ સૌથી વધુ સુરક્ષા ઈચ્છે છે. તેમના માટે ફ્રી સ્ટાઈલ છ એરબેગ્સ સુધીની વ્યવસ્થા ટોચના ટાઈટેનિયમ પ્લસ ટ્રીમ પર આપે છે. ફુલ અને કોમ્પેકટ સ્ટાઈકીગ લુક અને કમાન્ડિગ સ્ટાન્સ સાથે ફોર્ડ ફ્રિસ્ટાઈલમાં એવી ડિઝાઈન એલિમેન્ટસનો ઉપયોગ થયો છે. જે વધુ મોંઘી મિનિ એસયુવીમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. અનોખી ફ્રી સ્ટાઈલ ગ્રિલથી ડાઈમેન્શન મેશ સાથે કારને સ્પોર્ટીયર લુક મળે છે.

ફ્રી સ્ટાઈલ તેનું બેસ્ટ ઈન કલાસ ગ્રાઉન્ડ કિલયરન્સ ૧૯૦ એમએમ ધરાવે છે. જે ગમે તેવી સરફેસને પડકાાર ફેકી શકે છે. તેમા ૧૫ ઈંચ પાહોળા ટાયર્સ એગ્રસિવ બ્લેક અલોય સાથે ઉપલબ્ધ છે. સીયુવી છ રંગોમાં ઉપલબ્ધ છે. જેમાં ન્યુ વ્હાઈટ ગોલ્ડ, કેન્યનરિજ મુનડસ્ટ સિલ્વર, ઓકસફોર્ડ વ્હાઈટ, સ્મોક ગ્રે અને એબ્સોલ્યુર બ્લેક સામેલ છે.

(4:15 pm IST)