Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

માઈલસ્ટોન ફર્નિચર લિ.આઈપીઓ દ્વારા ઉત્પાદન એકમ સ્થાપવાનો ઉદ્દેશઃ આઈપીઓ આજે ખુલશે

 અમદાવાદઃ ઈન્ટીરિયર અને મોડયુલર ફર્નિચરની ડિઝાઈન, ઉત્પાદન અને માર્કેટિંગ કરતી કંપની માઈલસ્ટોન ફર્નિચર લિમિટેડ રૂ.૧૦ના ફેસ વેલ્યુનો શેર દીઠ રૂ.૪૫ના નિર્ધારીત ભાવ ધરાવતા ૩૨,૯૭,૦૦૦ ઈકિવટી શેરના જાહેર ભરણાં સાથે મૂડી બજારમાં આવી રહી છે અને આ દ્વારા રૂ.૧૪.૮૪ કરોડ ઊભા કરશે. કંપનીનો ઉદ્દેશ કાર્યકારી મૂડી માટે ફાયનાન્સ મેળવવાનો તથા ઉત્પાદન એકમ સ્થાપવાનું તેમજ જનરલ કોર્પોરેટ ફંડની જરૂરિયાત પૂરી કરવાનો છે. આ ભરણું તા.૭ના રોજ ખુલશે અને તા.૧૧ મેનાં રોજ બંધ થશે. ભરણાનું બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લીસ્ટીંગ કરાશે અને રિટેઈલ શેર માટે ૩૦૦૦ની લોટ સાઈઝમાં અરજી કરવાની રહેશે. હાઈ નેટવર્થ ઈન્ડીવિડયુઅલ માટે બીડ લોટ ૬૦૦૦ શેરનો તથા તેના ૩૦૦૦ના ગુણાંકમાં રહેશે.

આ ભરણું કંપનીની પેઈડઅપ શેર કેપિટલનું ૩૫.૪૬ જેટલી રહેશે. કંપનીના પ્રમોટર શ્રી દિગંબર સુદામ સોનાગરે જણાવે છે કે 'અમે શિક્ષણ, આરોગ્ય અને કોર્પોરેટ સંસ્થાઓના વિવિધ પ્રોજેકટ્સ માટે ઈન્ટિરિયર અને મોડયુલ ફર્નિચર પુરૃં પાડવામાં ઘણાં આગળ રહ્યા છીએ. અમારા આઈપીઓથી અમારી કોર્પોરેટ ફંડીંગની જરૂરિયાતો પૂરી થશે અને બાકીની રકમ અમારા ગ્રાહકોને સંતોષ થાય તે રીતે ડિઝાઈનીંગ સ્કીલમાં મોટા સુધારા અને માર્કેટીંગ માટે ઉપયોગમાં લેવાશે.'

(4:15 pm IST)