Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

હું, એસીબીને સીબીઆઈ સમકક્ષ બનાવવા માંગુ છું: કેશવકુમાર

રેવન્યુ અધિકારી માફક સીબીઆઈની જેમ ઈન્કમટેક્ષ, જીએસટી સહિતના નિષ્ણાંત અધિકારીઓને એસીબીમાં લાવીશું : તપાસમાં તજજ્ઞ અધિકારીઓનું એસીબીને માર્ગદર્શન મળે, તપાસ ઝડપી થાય તેવો હેતુઃ સીબીઆઈના બહોળા અનુભવી એસીબી વડા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા. ૭ :. ગુજરાતના લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોને હું સીબીઆઈ સમકક્ષ બનાવવા માગું છું, અને આ યોજનાના ભાગરૂપે જ સીબીઆઈની માફક માત્ર પોલીસ તંત્ર જ નહિં પરંતુ રાજ્ય સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટના તજજ્ઞ અધિકારીઓની એસીબીમાં નિમણૂક કરવા નિર્ણય કરાયો છે. આ બાબતમાં મને રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે તેમ રાજ્યના એસીબી વડા કેશવકુમારે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતું.

ગુજરાતના ઈતિહાસમાં ડે. કલેકટર અને એડી. કલેકટર લેવલના જીએએસ કેડરના અધિકારી એવા સીવીલ સપ્લાય વિભાગના જીએએસ કેડરના ગૌરવ પંડયાને એસીબીમાં અપાયેલ નિમણૂક સંદર્ભે એસીબી વડાને પૂછાયેલ સવાલ સંદર્ભે તેઓએ અકિલાને માહિતી આપતા જણાવ્યુ હતું.

સીબીઆઈમાં લાંબો સમય સુધી ડેપ્યુટેશન પર ફરજ બજાવી બહોળો અનુભવ ધરાવતા એસીબી વડા કેશવકુમારે જણાવેલ કે, રેવન્યુ વિભાગના જીએએસ કક્ષાના અધિકારીને એસીબીમાં છ માસ માટે ડેપ્યુટેશન પર લાવવા પાછળ હેતુ એ છે કે, એસીબીમાં ટોયલેટ એક ભ્રષ્ટ કથા (ઓખાનું શૌચાલય કૌભાંડ) કે જે રાજકોટના આસિસ્ટન્ટ ડાયરેકટર એ.પી. જાડેજાના માર્ગદર્શનમાં બહાર આવેલ તે સિવાય કચ્છ સહિતનું ખેત તલાવડી કૌભાંડ (પીઆઈ કૃષ્ણકુમારસિંહ ગોહિલ અને ઈન્ચાર્જ એસીબી ડાયરેકટર બોર્ડર) તથા આ બધામાં શિરમોર એવા ગુજરાત જમીન વિકાસ નિગમના કૌભાંડ જેવા કિસ્સાઓમાં ગૌરવ પંડયાનું માર્ગદર્શન મેળવાશે.

કેશવકુમારે વિશેષમાં જણાવેલ કે, ભવિષ્યમાં અમે ઈન્કમટેક્ષ ઓફિસર, જીએસટી નિષ્ણાંત અધિકારી અને ફાયનાન્સીયલ એકસપર્ટ અધિકારી જેવા અધિકારીઓને પણ એસીબીમાં સમયાંતરે નિમણૂક આપી એસીબીને સીબીઆઈ સમકક્ષ બનાવવાનો.

(3:25 pm IST)