Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

દલિતોના ઘરે 'ધરાર' ભોજન બંધ કરોઃ જીજ્ઞેશ

ભાજપના લોકો બંધુકના નાળચે સારૂ ભોજન બનાવે છેઃ ભાજપ પર આકરા પ્રહાર

અમદાવાદ તા. ૭ : દલિતોના નિવાસે ભોજનનું નાટક બંધ કરવાના  ભાજપને આરએસએસે આપેલી ફટકાર બાદ ગુજરાતના દલિત નેતા  અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા છે.  જેમાં મેવાણીએ કહ્યું હતું કે ભાજપના લોકો દલિતોના કાન પર બંદૂક મૂકીને કહે છે સારૃં ખાવાનું બનાવો એટલે કે ભાજપના લોકો દલિતોના કાન  પર બંદૂક મૂકીને સારૃં જો કે જિગ્નેશ મેવાણીના આ વિવાદિત નિવેદને હાલમાં કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપને મુશ્કેલીમાં મુકી દીધો છે. હાલમાં કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં દલિત નેતા  જિગ્નેશ મેવાણી સતત ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરી રહ્યા છે.

જેમાં બે સ્થળો પર સભા આયોજિત કરીને તેમાં પીએમ મોદી વિરૂધ્ધ બોલવા બદલ પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં ૧રમેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર  યુધ્ધ અંતિમ તબક્કા છે. તેવા સમયે ફરી એક વાર ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજને પોલીસે સભા કરતા અટકાવ્યા હતા. જેને લઈને જિગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યકત કર્યો છે તેમણે કહ્યું છે કે મને અને પ્રકાશ રાજને ચિતા મેંગ્લોરમાં સભા કરતાં કર્ણાટકમાં ભાજપની પોલીસે અમને અટકાવ્યા છે. ભાજપ સામાન્ય લોકોનો અવાજ હંમેશા દબાવતી આવે છે. તેમને અમે યુવાનો અને શોષિતના મુદ્દા ઉઠાવીએ છીએ તે તેમને ગમતું નથી.

(5:02 pm IST)