Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

વાપી બિલ્ડર પરિવારના બંગલામાં નેપાળી વોચમેનોએ લાખોની ચોરી કરી

૨૮ લાખ રોકડા, ૪૦ તોલુ સોનુ, એક કીલો ચાંદી લઇને ભાગી ગયા

વાપીઃ  વાપીમાં જલારામ મંદિર નજીક જલાધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર પંકજભાઈ કલવાડિયા અને તેનો પરિવાર સામાજિક કામ  અર્થે  વડોદરા  ગયો  હતો  ત્યારે  તેમના  ફ્લેટમાં  એપાર્ટમેન્ટના  જ  બે  વોચમેનોએ ઘરમાં  ઘુસી  ચોરી  કરી  હતી.  નેપાળી  વોચમેનો  ૨૮  લાખ  રોકડા   તેમજ ૪૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરી નાસી છૂટયા હતા.  આ  અંગે    પંકજભાઈ  અને  તેનો  પરિવાર  વડોદરાથી  પરત  આવતા  ચોરીની ઘટનાથી  હતપ્રભ  થઇ  ગયો  હતો  અને  વાપી  પોલીસ  મથકમા  ચોરી  અગે  ફરિયાદ નોંધાવી  હતી.

સમગ્ર  ઘટના  અંગે  પોલીસે  પણ  તાબડતોબ  ફરિયાદ  નોંધી  જિલ્લાની  પાંચ  જેટલી પોલીસ  ટીમ  બનાવી  વિવિધ  વિસ્તારોમાં  નાકાબંધી  ગોઠવી  હતી.  તેમજ  સુરત, અમદાવાદ, મુંબઇ એરપોર્ટ પર પણ આ અંગે જાણ કરાઇ હતી.  કેમ કે એપાર્ટમેન્ટમાં નેપાળી વોચમેન  ફરજ  બજાવતો  હતો  અને  ઘટનાના  માત્ર  ૪૨  કલાક  પહેલા  જૂના  વોચમેને અન્ય નેપાળી વોચમેનની ભલામણ કરી નોકરીએ રખાવ્યો હતો. જે બન્ને આ લાખોની ચોરીની ઘટના બાદ ગાયબ થઇ ગયા છે.

(3:18 pm IST)