Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

આણંદ અને ખંભાતમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

આણંદ અને ખંભાતમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સોની પોલીસે ધરપકડ કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

    મળતી વિગત મુજબ એલસીબી પોલીસે બોરસદ ચોકડી ખાડામાં છાપો મારીને કનુભાઈ ઉર્ફે પોર્યો ભલાભાઈ બારૈયાને વિદેશી દારૂના ૨૧૬ ક્વાર્ટરીયા કે જેની કિંમત ૨૧૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તેની સાથે ઝડપી પાડીને આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
   જ્યારે ખંભાત પોલીસે નારેશ્વર તળાવ પાસે વોચ ગોઠવીને સુનીલભાઈ બાબુભાઈ વાલ્મીકી (રે. લાલ દરવાજા, વાઘરીવાસ)ને એક થેલીમાં વિદેશી દારૂના ૨૦ ક્વાર્ટરીયા કે જેની કિંમત ૨ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તેની સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ઘરી હતી

(2:07 pm IST)