Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

પેટલાદના સિંહોલ ગામે આણંદ એલસીબીનો તબેલામાં દરોડો : આઈપીએલ ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતા શખ્શને ઝડપી લેવાયો

લેપટોપ,ત્રણ મોબાઈલ,એક્ટિવા અને રોકડા મળીને 62 હજારનો મુદામાલ જપ્ત

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે  પેટલાદ તાલુકાના સિંહોલ ગામે આવેલા એક તબેલામાં દરોડો પાડીને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં આણંદના શખ્સને ઝડપી પાડીને લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન, એક્ટીવા, રોકડા મળીન કુલ ૬૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

   આ અંગે મળતી વિગતો મુજબ એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, સિંહોલ ગામે આવેલા એસઆર પેટ્રોલપંપની સામે આવેલા જનક એન્ટરપ્રાઈઝના કમ્પાઉન્ડમાં ગાયો-ભેંસોના તબેલા પાસે એક શખ્સ દ્વારા આઈપીએલ ક્રિકેટની ચૈન્નાઈ અને બેંગ્લોર વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યો છે જેથી પોલીસે દરોડો પાડતાં એક શખ્સ મોબાઈલથી લેપટોપના માધ્યમથી ક્રિકેટનો ઓન લાઈન સટ્ટો રમાડતો મળી આવ્યો હતો. જેનું નામઠામ પુછતાં તે આણંદના અક્ષર ફાર્મ રોડ ઉપર રહેતો નરેશભાઈ રામજીભાઈ ભાટીયા હોવાનું ખુલવા પામ્યું હતુ.

પોલીસને તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન, રોકડા ૬૨૦૦, લેપટોપ, ઈલેક્ટ્રોનીક્સ સાધનો તેમજ એક્ટીવા મળીને કુલ ૪૬,૨૦૦નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી

(2:05 pm IST)