Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

અમદાવાદના નાના ચિલોડામાં મહિલાનો હાથ કાપ્યા બાદ હત્યાના કેસમાં પાંચની ધરપકડ

કેટરિંગમાં કામ કરતા યુવકોની કરતૂત:પ્રેમપ્રકરણમાં મર્ડર થયાની આશંકા

ફોટો તા; 7 arest

અમદાવાદ: નાના ચિલોડામાં મહિલાનો હાથ કાપ્યા બાદ હત્યાના કેસમાં નરોડા પોલીસ પાંચની ધરપકડ કરી છે. કેટરિંગમાં કામ કરતા યુવકોએ મહિલાની કરપીણ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રેમ સંબંધના કારણે આ હત્યા થયાની પોલીસે આશંકા વ્યકત કરી છે.

 આ અંગેની વિગત મુજબ નરોડા પોલીસને મેસેજ મળ્યો હતો કે નાના ચિલોડા વિસ્તારમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર તપાસ કરતાં મૃતક મહિલા પોશુબહેન ઉર્ફે પોશીબહેન મોહનભાઇ મારવાડી હોવાનું બહાર આવ્યું હતું.

   પોંશુબેનને તેમના પતિ સાથે અણબનાવ હોવાથી તેઓ અલગ રહે છે અને કેટરિંગનાે કોન્ટ્રાકટ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે. પોશુબહેનને તેના જ કેટરિંગના કોન્ટ્રાકટમાં કામ કરતા અને મૂળ હરિયાણાના વિનોદકુમાર નામના યુવક સાથે આડા સંબંધ હતા શનિવારે પોશુબહેન પર અજાણ્યા શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યો હતો. જેેમાં સૌ પ્રથમ તેમનાં હાથ કાપી નાખ્યા બાદ શરીર પર ધારિયા વડે હુમલો કરી હત્યા કરી હતી.

   આ કેસમાં પોલીસે પોશુબહેનના પ્રેમી વિનોદકુમાર, સુમિતકુમાર, બીજેન્દ્ર, સંદીપ અને એક સગીર યુવકની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ નાના ચિલોડા રબારી વાસમાં રહે છે અને મૂળ હરિયાણાના વતની છે.

(5:01 pm IST)