Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ગુજરાત ભાજપના ટોચના નેતાઓ કર્ણાટકની ચુંટણીમાં

ભાજપના રાષ્‍ટ્રિય પ્રમુખ અમિત શાહ સાથે જાહેર સભાઓમાં હાજર

અમદાવાદ તા. ૭ : આગામી ૧૨મી મેના રોજ યોજાનારી કર્ણાટકના વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે તેની તમામ તાકાત લગાવી દીધી છે. જેના ભાગરૂપે સંગઠનના અનુભવી અને મહારથી ગણાતા નેતાઓએ મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાતમાંથી  ગૃહરાજ્‍યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, નવસારીના સંસદ સભ્‍ય સી.આર.પાટીલ અને માજી આરોગ્‍ય મંત્રી શંકર ચૌધરી, કેન્‍દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાણી, મનસુખ માંડલીયા કર્ણાટકમાં પહોંચી ગયા છે.  ભાજપના રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ અમિત શાહે કર્ણાટકની પ્રચાર ધૂરા સંભાળી લીધી છે. તેઓ અનેક જાહેર સભાઓને ગજવી રહ્યા  શરૂ કર્યુ છે. ગુજરાતના અમુક નેતાઓ વિવિધ વિસ્‍તારોમાં ભાજપના આગેવાનો કાર્યકરો સાથે મીટીંગો કરી પ્રચાર કરી રહ્યા છે

 

 

 

(1:36 pm IST)