Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ધવલ માવાણી અપહરણના ભયથી વિદેશ ભાગી ગયો, અબજો સલવાયાં

બિટકોઈન કેસઃ ૬ શકમંદ વિદેશ ફરારઃ પરત લાવવા સીઆઈડી દ્વારા કાર્યવાહી

અમદાવાદ, તા. ૭ :. સીઆઈડી ક્રાઈમની બિટકોઈન કેસની મહત્‍વની કડી એવા ધવલ માવાણી અને તેની પત્‍નિ વિદેશ ભાગી ગયા છે તો વકીલ કેતન પટેલનો ભાઈ જતીન પટેલ પણ વિદેશ છે. અન્‍ય ત્રણ પાત્રો મળી છ શકમંદો વિદેશ ભાગી ગયા છે. તેમને પરત લાવવા માટે સીઆઈડી દ્વારા વિદેશી જવા માટે મંજુરી માગવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.  અત્રે યાદ રહે કે ધવલ માવાણી અંગે કિરીટ પાલડીયાએ પણ સીઆઈડીને કેટલીક ટીપ આપી છે. સીઆઈડી ધવલ માવાણી સહિતના પાત્રો સામે ગુનો નોંધ્‍યા બાદ રેડ કોર્નર નોટીસ કાઢવાના વિકલ્‍પ પર વિચારણા કરી રહી છે.

અમરેલી પોલીસના કેટલાક અધિકારીઓ મુંબઈ પહોંચ્‍યા હતા જ્‍યાં તેમના ટારગેટ ઉપર માવાણી હતો તેનું અપહરણ કરી તેને અમરેલી લઈ જવાનો હતો પણ માવાણીને પહેલેથી જાણ થઈ જતા તે પત્‍નિ સાથે વિદેશ ફરાર થયો હતો. માવાણી તેની પત્‍ની મોબાઈલ એપ્‍લીકેશન બનાવી લોકોને રોકાણ કરવા પ્રોત્‍સાહીત કરતાં હતા તેઓ કલાઈન્‍ટને માત્ર સોશ્‍યલ મીડિયામાં જવાબ આપતા હતા. માવાણી એક મલ્‍ટીલેવલ કંપની માટે પણ કામ કરતો હતો તે એક બિટકોઈનના ૪૭૦ ડોલર નકકી કરી દર ત્રણ મહિને ચાર ટકા વ્‍યાજ આપવાનું કહી તે રોકાણકારો લાવતો હતો પણ અચાનક બિટકોઈનમાં કડાકો આવતા મલ્‍ટીલેવલ કંપનીનું શટર પડી ગયુ હતું. કંપનીના સંચાલક વિદેશ ભાગી ગયા હતા. રોકાણકારો બેનામી નાણા રોકયા હતા જેથી તેઓ ફરીયાદ માટે સામે આવ્‍યા ન હતા.(૨-૩)

શૈલેષ ભટ્ટનો કોડવર્ક ‘ચોક્કો' હતો

સીઆઈડી ક્રાઈમને તપાસમાં એવી માહિતી મળી છે કે, બિટકોઈનની કોઈને ખબર ન પડે તે માટે ચોક્કસ કોડવર્ડ રાખતા હતા જેમાં કથિત પીડિત બિલ્‍ડર શૈલેષ ભટ્ટે બિટકોઈનનો ‘ચોક્કો' અને પોલીસના વહીવટદાર કેતન પટેલ માટે ‘લોક' એવો કોડવર્ડ રાખ્‍યો હતો. સ્‍માર્ટફોનના બિટકોઈનના ઈ-વોલેટના યુનિક પાસવર્ડ કેક થતા સીઆઈડીને અન્‍ય નવા પાત્રો અને નવી માહિતી પણ મળી રહી છે. વિવાદી માત્ર એવા શૈલેષ ભટ્ટનો મોબાઈલ બંધ આવી રહ્યો છે તે ભૂગર્ભમાં જતો રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે

 

(1:35 pm IST)