Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

બિહારના નીટના વિદ્યાર્થીઓ ગુજરાતના પાટણમાં નીટની પરીક્ષા આપવા આવતા આશ્વર્યઃ બોર્ડનો છબરડો

પાટણ તા.૭ બિહારના નીટના વિદ્યાર્થીઓ ગુજરાત ના પાટણમાં નીટની પરીક્ષા આપવા આવતા આશ્વર્ય બોર્ડનો ખુબ જ ગંભીર પ્રકારનો છબરડો બહાર આવવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૧૨ સાયન્સ પછી ડોકટરી માટે નીટની પરીક્ષા મહત્વની બની છે. જે સમગ્ર ભારતમાં એક સાથે લેવાય છે. નીટની પરીક્ષા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ટેન્સનરૂપ જેવી હોય છે. સતત ૧૨ ધોરણ સારા ટકાથી પાસ કાર્યા બાદ નીટમાં સારા ટકા ન આવે તો ડોકટરીમાં એડમીશન મળતું નથી.

પાટણમાં નીટની પરીક્ષા સમયે આર્દશ સ્કુલમાં વિદ્યાર્થી તેમના વાલીઓ સાથે પરીક્ષા આપવા ત્યારે બિહારના પટણાથી પાટણ પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ એ કુતુહલ સર્જયું હતું. બિહારથી બે દિવસ થી મુસાફરી કરી પાટણ અજાણ્યા પ્રદેશમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ખુબજ મુશ્કેલીમાં મુકાયા છે. હોલટીકીટમાં છબરડો સર્જાયો હતો ગરી બ અને સામાન્ય મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને હોટલમાં ઉતરવું પડયું છે. અને ખોટા ખર્ચમાં ઉતરતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુબ જ નારાજગી પ્રર્વતી રહી છે.બિહારના પટણાથી પાટણ નીટની પરીક્ષા આ કોની ભુલ, આવો છબરડો અને અક્ષ્મય બેદરકારી કોણે કરીતે અંગે વાલીઓમાં તપાસની માંગણી કરી રહ્યા હતા.(૧.૫)

(11:47 am IST)