Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સુરતની 13 વર્ષની છોકરી પર દુષ્કર્મના આરોપી ભીખુ પટેલને 10 વર્ષની સજા

મેં 2013માં ભીખુ પટેલ છોકરી સાથે ઉત્તરપ્રદેશના મિરજાપુરના લાલગંજમાંથી ઝડપાયો હતો.

સુરત :13 વર્ષની છોકરી પર દુષ્કર્મ આચરવા બદલ અહિની સ્પેશિયલ કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ ((POCSO) હેઠળ ગુનેગાર ભીખુ પટેલને 10 વર્ષની સજા ફટકારી હતી.ગુનેગાર કતારગામનો રહેવાસી છે અને છોકરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જજ આર એલ ઠક્કરે કરેલી સુનાવણીમાં ભીખુ પટેલને 10 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.    
   ભીખુ પટેલની અપહરણ અને સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપ હેઠળ મે 2013માં ધરપકડ કરવામાં આવી હતી. ભીખુ પટેલ છોકરી સાથે ઉત્તરપ્રદેશના મિરજાપુરના લાલગંજમાંથી ઝડપાયો હતો. આ ઘટના સાત મે 2013ની છે. જ્યારે પરિવાર સાત મેના રોજ સવારે ઉઠ્યો ત્યારે છોકરી ઘરે જોવા મળી નહોતી. છોકરીના પિતા અને તેના પરિવારે આજુબાજુ સહિત અનેક જગ્યાએ તેની શોધ કરી હતી. જોકે, તેમને છોકરી મળી નહોતી. આ પછી ફરિયાદીના પડોશી પર ભીખુ પટેલે 9 મે 2013ના રોજ કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે છોકરી તેની સાથે ભાગી છૂટી છે.
   આ પછી છોકરીના પિતાએ 17 મેના રોજ ભીખુ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ કારણે તેને રેપ અને અપહરણ જેવા ગુનામાં POCSO હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

(12:08 pm IST)