Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ત્રિવેણી ઘાટથી હિરણ નદીના ડિસીલ્ટીંગનો આરંભ કરાશે

મુખ્યમંત્રી રૂપાણી કામગીરીનો આરંભ કરાવશેઃ કુલ ૫૦ લાખના ખર્ચે આધુનિક મશીનરીથી ડિસીલ્ટીંગ કામગીરી હાથ ધરાશે : ત્રિવેણીઘાટની સુંદરતા વધી જશે

અમદાવાદ,તા. ૫, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન મુખ્ય નદી હિરણમાંથી ત્રિવેણીઘાટ પાસેથી ડિસીલ્ટીંગ કામગીરીનો આઠમી મેના દિવસે પ્રારંભ કરાવશે. આઠમી મેના દિવસે જીલ્લા વહીવટીતંત્ર સાથે સિંચાઈ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સોમનાથના ત્રિવેણી ઘાટથી હિરણ નદીના ડિસીલ્ટીંગ કામગીરનો પ્રારંભ થયા બાદ આનાથી ખૂબ ફાયદો થશે. ૫૦ લાખના ખર્ચે આધુનિક મશીનરીથી ડિસીલ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્રિવેણી ઘાટ ડિસીલ્ટીંગ કામગીરી માટે જંગી રકમ ખર્ચ કરવામાં આવનાર છે. ક્ષાર અંકુશ વિભાગના નાયબ કાર્યપાલસ ઈજનેર આર.કે. સામાણીએ કહ્યું છે કે આ સમગ્ર કામગીરી માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે. આ કામગીરીથી ત્રિવેણી ઘાટની સુંદરતામાં વધારો થશે. ગીર સોમનાથ જિલ્લામાં નદીઓને પુનઃ જીવિત કરવા ઉપરાંત જળ સંચય અને જળસંગ્રહના કામો હાથ ધરવામાં આવશે. હયાત તળાવ અને ચેકડેમ ઉંડા કરવા, ખેત તલાવડી, કુવા રીચાર્જ, કુવા ઉંડા ઉતારવા, વન તલાવડીનું નિર્માણ સહિતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૩૦થી વધુ મનરેગા યોજના સિંચાઈ વિભાગ તથા નગરપાલિકાઓ દ્વારા કામો હાથ ધરવામાં આવ્યા છે.

સોમનાથ જળ સંગ્રહની આ સમગ્ર કામગીરીને શરૂ કરવા સોમનાથ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવનાર છે. જેથી આ કામગીરીને વેગ મળશે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થા તરફ પહેલાથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથમાં હાલ તલાલાના વીરપુર ખાતે કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે. આ ઉપરાંત પણ જુદા જુદા કામો ચાલી રહ્યા છે.

(9:41 pm IST)