Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રન :ઇકો કાર ચાલકે બે મહિલા અને બાળકીને અડફેટે લીધી :ભાગવા પ્રયાસ કરનાર ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો

અમદાવાદના શાહપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે શાહપુરમાં આવેલ કુરેશી હોલ પાસે ઇકો કારના ચાલકે બે મહિલા અને એક 10 વર્ષની બાળકીને અડફેટે લીધા હતા.
ઈકો કારે અડફેટે લીધા બાદ ચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થાનિકો દ્વારા તેને પકડી પાડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
   આ અંગે શાહપુર પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ડ્રાઈવર નશાની હાલતમાં હતો. તેથી શાહપુર પોલીસે વાહનચાલકને બ્લડ ટેસ્ટ તથા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(12:07 pm IST)