Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

બોરસદના નાપા ની દલિત સગીરાનું જાતીય અત્યાચાર અને મારઝૂડ કરવા કેસમાં નવાબઅલી સૈયદની ધરપકડ

સગીરાને પ્રેમજાળમાં ફસાવી આણંદના જુદા જુદા ગેસ્ટહાઉસમાં અને ઘરે લઇ જાતીય અત્યાચાર ગુજાર્યો

બોરસદ તાલુકાના નાપા ગામની એક દલિત સગીરાને કેટરીંગનુ કામકાજ કરતા નવાબઅલી સૈયદ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવીને તેણીને આણંદના જુદા-જુદા ગેસ્ટહાઉસ તેમજ તેના ઘરે લઈ જઈને જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણીને ખાંધલી ગામની સીમમા લઈને મારઝુડ પણ કરી હતી જે અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર કેસની તપાસ પેટલાદના એએસપી સંદિપ ચૌધરીએ હાથ ઘરી હતી. જેમાં નવાબઅલી સૈયદ તેના ઘરે હોવાની મળેલી માહિતીના આધારે પોલીસે છાપો મારીને ધરપકડ કરી હતી અને મેડિકલ કરાવ્યું હતુ.

   એએસપી સંદિપ ચૌધરીના જણાવ્યા અનુસાર સગીરા અને નવાબઅલીના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે પરંતુ હજી સુધી રિપોર્ટ આવ્યા નથી. દરમ્યાન નવાબઅલીની મદદગારી કરનાર એક શખ્સની વિગતો ખુલવા પામી છે જેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(12:28 pm IST)