Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર ટ્રક પલ્ટી ખાઈ જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પરથી પસાર થઈ રહેલો ટ્રક અચાનક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ટ્રક દુર દુર સુધી ફંગાળાય ગયો હતો. જેમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે આ સમગ્ર ઘટના ક્યાં કારણોસર બની હતી. તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી.

 ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે ડ્રાઈવરના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.

(8:08 pm IST)