Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સુરતની પાંચ યુવતીઓએ દર્શકોના શ્વાસ અદ્ધર ચડાવી દીધા : બે ઇંચના ખિલાવાળા પાટિયા પર સૂઇ કર્યો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

સુરતઃ સુરતની પાંચ યુવતીઓએ દર્શકોના શ્વાસ અદ્ધર ચડાવી દયે તેવી કમાલ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ખિલાવાળા પાટિયા પર એક પર એક એમ કુલ પાંચ યુવતીઓએ સૂઈને સૌને દંગ કરી દીધા હતા. જેની નોંધ ગિનિઝ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પામશે.

    શહેરની પાંચ ગર્લ્સે ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. બેડ ઓફ નેઈલ્સ એટલે કે ખીલાવાળા પાટીયા પર એક પર એક સૂઈને પાંચ લેયરમાં નારી શક્તિનો પરિચય કરાવીને દુનિયા સમક્ષ સુરતનું નામ રોશન કર્યું છે. જેના માટે છેલ્લા એક વર્ષથી આ યુવતીઓ પ્રેક્ટિસ કરી રહી હતી અને જીવનભારતીના રંગભવનમાં આ રેકોર્ડ સર્જ્યો છે.

    મહિલાઓના રેકોર્ડ અંગે માહિતી આપતાં વિકાસ જરીવાલાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં પ્રથમવાર મહિલા કેટેગરીમાં આ રેકોર્ડ સર્જાયો છે. આ અગાઉ પુરૂષોએ ખીલાઓ પર સૂઈને રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે પ્રથમ વખત મહિલાઓ બે ઈંચના ખીલા પર લેયર બનાવીને રેકોર્ડ સર્જ્યો છે. માઈન્ડ પાવર અને એક્યુપ્રેશરના આધારે થનારા આ રેકોર્ડમાં એક મિનિટ સુધી યુવતીઓ લેયર પર સૂતી રહી હતી. ત્યારબાદ તેના પર સિમેન્ટનો બ્લોક રાખીને હથોડાથી તોડવામાં આવ્યો હતો.

    આ સ્ટંટને બેડ ઓફ નેઈલ્સ કહેવાય છે. દિલધડક સ્ટંટનો સંપૂર્ણ આધાર પ્રાણાયમ, મેડિટેશન અને માનસિક સંતુલન પર છે. પાંચ મહિલા ખેલાડીમાંથી એકનો શ્વાસ છુટે અને સંતુલન બગડે તો પાંચેયને ખતરનાક ઇજાઓ પહોંચી શકે છે.

 

(10:58 pm IST)