Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ગાંધીનગરમાં 21 દિવસના લોકડાઉનમાં બસો બંધ રહેતા જિલ્લા એસટી ડેપોને થશે અંદાજે 3.20 કરોડનું નુકશાન

ગાંધીનગર:કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ૨૧ દિવસના લોકડાઉનના પગલે લોકો અવર જવર કરે તે માટે અગાઉથી જનતા કર્ફ્યુ વખતે એસટી બસો નહીં દોડાવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આવેલાં તમામ ડેપોની બસોના પૈંડા થંભી જવા પામ્યા છે. આમ છેલ્લા બે સપ્તાહથી બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવતાં જિલ્લાના ડેપોને પણ રૂપિયા .૨૦ કરોડનું અત્યાર સુધી નુકશાન થયું છે.

સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર હાલમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. માણસો એકઠા થાય અને ભીડ ભેગી થાય તે માટે વિવિધ કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે રેલ્વે, બસ અને અન્ય ખાનગી વાહનોમાં લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરતાં હોય છે.

(6:23 pm IST)