Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ દ્વારા ગામડામાં ફૂડ કીટ વિતરણ

રાજકોટઃ કોવિડ-૧૯ રોગચાળા અને લોકડાઉનને પગલે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ દ્વારા પોર્ટ એરિયામાં સ્થિત અને એની આસપાસનાં ગામડાઓમાં ફૂડ કિટનું વિતરણ કર્યું હતું. લોકડાઉન દરમિયાન આ ગામડાઓમાં રહેતા લોકોને સતત જીવનજરૂરી ચીજવસ્તુઓ મળતી રહે એ સુનિશ્યિત કરવા આ પગલું ભરવામાં આવ્યું હતું. દરેક ફૂડ કિટમાં ચોખા, મગ દાળ, ખાંડ, ચાની ભૂકી, ખાદ્ય તેલ, મીઠું, મગ, દૂધનો પાવડર વગેરે જેવી રસોડાની મૂળભૂત ચીજવસ્તુઓ સામેલ હતી. આ કિટનું વિતરણ દિવાલો (રામપરા), થાવી (ભેરાઈ), કંડિયાળી, કુંભારિયા, નિંગાળા વગેરેમાં ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારો વચ્ચે થયું હતું.  લોકડાઉનને કારણે અસરગ્રસ્ત લોકો, ખાસ કરીને રોજિંદી મજૂરી પર આધારિત પરિવારો સુધી સ્વયંસેવકો સુધી પહોંચ્યા હતા અને આ ફૂડ કિટ તેમને પ્રદાન કરી હતી. સ્વયંસેવકે વિતરણ દરમિયાન ફેસ પર માસ્ક ધારણ કરીને અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરીને સ્વચ્છતાની પૂરી તકેદારી જાળવી હતી. દરેક ગામનાં સરપંચ વિતરણ દરમિયાન હાજર રહ્યાં હતાં તેમજ સલામતી અને સરળથાપૂર્વક વિતરણ સુનિશ્ચિત કરવા મરિન પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

(4:05 pm IST)