Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સિધ્ધપુર પંથકના ૩ યુવકોને કોરોના પોઝીટીવઃ પાટણ જીલ્લામાં પ કેસ

પાટણ તા. ૭ :.. પાટણ જીલ્લામાં કોરોના વાયરસના પાંચ કેસ નોંધાતા સમગ્ર જીલ્લામાં ભય અને ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

જીલ્લાનું વહીવતંત્ર અને આરોગ્ય તંત્ર એલર્ટ થઇ ગયુ છેસિધ્ધપુરની નમ્રના સોસાયટીને સીલ મારી દેવામાં આવ્યું છે.

પ્રથમ કે મુંબઇથી આવી ટ્રાવેલીંગ હીસ્ટ્રી છૂપાવી ૧પ દિવસ સુધી તેમની બહેનના ત્યાં રોકાયો હતો અને તેના બનેવીનો સંપર્ક થતા તેમનું સેમ્પલ લેવાતા તે પણ  પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.

સિધ્ધપુરના નંદા ગામના ત્રણ યુવકને પોઝીટીવ કેસ આવ્યા છે. જે મુંબઇથી આવેલા આ યુવક સાથે સંપર્કમાં આવતા નવા ત્રણ યુવકો કોરોનાના ઝપટે ચઢયા છે. આરોગ્ય તંત્ર આ ત્રણ યુવાનો કોના કોના સંપર્કમાં આવ્યા છે. તેની હવે હીસ્ટ્રી શોધી રહી છે.સિધ્ધપુરમાં મુંબઇથી આવેલા યુવકને તેની ટ્રાવેલીંગ હીસ્ટ્રી છૂપાવતા કોરોનાના કેસોમાં એકદમ વધારો થઇ જવા પામ્યા છે. હજુ કેટલાક સેમ્પલોના રીપોર્ટ આવવાના બાકી છે. પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના સંખ્યાબંધ ગામડાઓમાં બહારથી આવતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. પાટણ વિસ્તારના સિધ્ધપુરના પંથકમાં પાંચ કેસો નોંધાતા સતત ફફડાટ વ્યાપયો છે.

(3:43 pm IST)