Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉન પુરૂ થયા પછી મજુરો વગર શું કરવું? ઉદ્યોગકારો-કોન્ટ્રાકટરોને મુંઝવણ

સેંકડો શ્રમજીવીઓ વતનમાં જતા રહ્યા, અટવાયા છે તે જતા રહે તો સ્થિતિ વધુ કફોડી

રાજકોટ,તા.૧૧:વિશ્વમાં ભારત સહિતના દેશોમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. દેશ વ્યાપી લોકડાઉનના પગલે ગુજરાતના તમામ આ વેપાર ઉદ્યોગ પખવાડિયાથી બંધ છે. લોકડાઉન પૂર્ણ થયા પછી વેપાર ઊદ્યોગ શરૂ કરવાનો થાય ત્યારે પણ પરિસ્થિતિ વિકટ બને તેવા સંજોગો છે. ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા સેંકડો મજૂરો પરપ્રાંતમાં જતા રહ્યા છે. કેટલાય મજૂરો જવા ઇચ્છતા હતા પરંતુ સરકારની કડકાઈ અને વાહન વ્યવહારની સુવિધાના અભાવે અટવાઈ ગયા છે. જયારે ઉદ્યોગો શરૂ થઈ તે વખતે મજૂરો હાજર નહીં હોય તો પરિસ્થિતિ આકરી બનશ.ે

હાલમાં લોકડાઉન છે.ઉદ્યોગકારોએ ભવિષ્યને ધ્યાને રાખી મજૂરોને સાચવ્યા છે જો આ મજૂરો છૂટછાટ મળે ત્યારે બીકના માર્યા કિરણ અન્ય કોઈ કારણસર પોતાના વતનના રાજયમાં જતા રહે તો ઉદ્યોગો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ થશે. ગુજરાત બહાર જતા રહેલા શ્રમજીવીઓ લોકડાઉન ખૂલ્યા પછી તુરત આવી જાય તેવી સંભાવના નથી. મજૂરો ન આવે ત્યાં સુધી ઉદ્યોગો શરૂ થઈ શકશે નહી.ં હાલના જે મજૂરો છે તે જતાં રહે તો પણ કામનું ભારણ વધશે અને તેમાના ઘણા મજૂરો ફરી મોકાનો લાભ ઉઠાવવા પ્રયાસ કરે તેવી શકયતા નકારાતી નથી. ગુજરાતમાં કારખાનાઓ, ખેતી, બાંધકામ વગેરેમાં બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન વગેરેના મજૂરો સંકળાયેલા છે. કારખાનાઓ શરૂ થતાની સાથે જ તેમને પગાર ચૂકવવાનો પ્રશ્ન થશે. નવી નિર્માણ પામનારી પરિસ્થિતિ મજૂરો અને માલિકો વચ્ચે સંઘર્ષની બની રહે તો નવાઈ નહી. લોકડાઉન કયારે ખુલે છે તે અત્યારે કેવું મુશ્કેલ છે જયારે પણ સરકાર છૂટ આપે ત્યારે ઉદ્યોગ-ધંધા નો પ્રારંભિક સમયગાળો સંઘર્ષમય બની રહે તેવા એંધાણ છે.

(12:59 pm IST)