Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

બનાસકાંઠાના ડીસામાં ૨.પ લાખની ઉઠાંતરી કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક દંપતીની નજર ચૂકવીને કોઈ ગઠિયો અઢી લાખ જેટલી રોકડ રકમ ભરેલી બેગની ઉંઠાંતરી કરીને ફરાર થઈ ગયો. જોકે ઉઠાંતરી કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના અરનીયાલ ગામમાં રહેતા દંપતી તેમની આંખોની તપાસ કરાવવા આવ્યા હતા. ત્યારે એક ચશ્માની દુકાનમાં આ ઘટના બની હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

(8:09 pm IST)