Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

પાટણ જીલ્લામાં ધાર્મિક ટ્રસ્ટોને પુરસહાય ન ચુકવાતા નારાજગી

 પાટણ તા.૭ : પાટણ જીલ્લામાં ચોમાસામાં ખાબકેલા ભારે વરસાદ બાદ ધાર્મિક ટ્રસ્ટોને પુરસહાય ચુકવામા ન આવતા સરકારની  ભેદભાવભરી નિતી સામે મંદિર - મસ્જીદનાં ટ્રસ્ટીઓમાં નારાજગી વ્યાપી છે અને તાકીદે સહાય ચુકવવા માંગણી કરી છે.

પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા જમીન ધોવાણ તથા પાક નુકશાનની સહાય આપવાનું નકકી કરવામાં આવેલ હતુ પરંતુ સરકાર દ્વારા જાહેર કરેલ આ સહાય ધાર્મિક ટ્રસ્ટો, સેવાભાવી ટ્રસ્ટો, મંદિર, મસ્જીદ, સંચાલીત ટ્રસ્ટો કે કોઇપણ પ્રકારના ટ્રસ્ટોને સહાય ચુકવવામાં આવેલ નથી. જયારે ખાનગી ખેડુત ખાતેદારોને સહાય ચુકવવામાં આવેલ છે. આ માટે ટ્રસ્ટો દ્વારા ખેતીવાડી વિભાગ તથા જમીન ધોવાણ અધિકારીશ્રીઓને રજૂઆતો કરતા તેઓ દ્વારા જવાબ આપવામાં આવે છે કે ટ્રસ્ટોની જમીનોને સહાય ચુકવવાની સરકારશ્રીની સુચના નથી તેથી સહાય ચુકવવામાં આવેલ નથી.

સરકાર તાત્કાલીક આ બાબતે તપાસ કરાવી જે સંસ્થાઓની જમીનોને નુકશાન થયેલ છે તેનું તાત્કાલીક વળતર ચુકવવામાં આવે, જો સરકાર દ્વારા આ બાબતે હકારાત્મક નિર્ણય નહી લેવામાં આવે તો સંસ્થાઓ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે.

ગોતરકા સ્વામીજીની ગાદી તેમજ અન્ય ટ્રસ્ટોને જમીન ધોવાણ સહાય મંજુર થયેલ છે પણ સંસ્થાને નાણા આપવામાં આવતા ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જીલ્લા કલેકટરશ્રી તાકિદે પ્રશ્ન ઉકેલે તેવી માંગ ઉઠી છે.(૪૫.૪)

(4:21 pm IST)