Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

૭ર વર્ષની ઉંમર ગુરૂકુલના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ર૧ કલાકની પ્લેનની મુસાફરી જળપાન વિના જ પસાર કરી વિદેશ યાત્રા દરમ્યાન સવા લાખ સ્વામીનારાયણ મંત્રલેખન તથા સદ્ગ્રંથોના પાઠ કર્યા

અમદાવાદ :  સંતોએ સમયનો સદ્રૃપયોગ પોતાના અને લોકોના (સમાજના) કલ્યાણર્થે કરતો રહેવો જોઇએ એમ આજે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું.

રાજકોટ ગુરૂકુલ તથા તેની શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સત્સંગીઓના નિમંત્રણથી પૂજય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતમંડળ સાથે ઓસ્ટ્રેલીયાની સતસંગ યાત્રાએથી આજે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં પધારેલા.

પૂજય સ્વામીનું સ્વાગત વિદ્યાર્થીઓએ બેન્ડના સૂરો રેલાવી તથા પુષ્પપાંખડીઓથી જયારે શ્રી લક્ષ્મીનારાયણદસાજી સ્વામી તથા હરિભકતોએ પુષ્પહાર પહેરાવી દંડવત પ્રણામ કરી સ્વાગત કરેલ.

આજે યોજાયેલ સત્સંગ સભામાં શ્રી હરિપ્રિયદાસજી સ્વામીએ પૂજય સ્વામીની ઓસ્ટ્રેલીયાની આ બીજી યાત્રા યોજવામાં આવી. પૂજય સ્વામીની સાથે તરવડા ગુરૂકુલના સંચાલક પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ ત્યાં પર્થ, મેલબોર્ન, બ્રિસબેનમાં શ્રીમદ ભાગવતની કથાઓ ત્યા ભાવિકોએ સત્સંગની પ્રેકટીકલ અને થિયરી આપી, જ્ઞાન તથા રીત શીખવેલ. જયારે રાજકોટથી યાત્રામાં જોડાયેલ પૂ. શ્રી પૂર્ણપ્રકાશદાસજી સ્વામી તથા શ્રી મુનિસ્વામીએ હરિભકતોને શાકોત્સવ વગેરે ઉત્સવો ઉજવી રાજી કરેલ.

આ યાત્રા પ્રસંગે મેલબોર્ન શહેરમાં શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ અર્થે જમીન સંપાદન કરી ભૂમિપૂજન કરાવમાં આવેલ એ પ્રસંગે અમેરિકા ડલાસથી ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રી ધીરૂભાઇ બાબરીયા ખાસ ઓસ્ટ્રેલીયા પધારેલા. શ્રી પ્રભુસ્વામીના કહ્યા અનુસાર સત્સંગ યાત્રા દરમ્યાન સંતોએ મહાપૂજા, સત્સંગ પ્રવચનો, જન્મોત્સવ શાકોત્સવ, પધરામણી વગેરે કરી ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હરિભકતો તેમજ ગુજરાતી વાત કરી ભાવિકોને રાજી કરેલ.

વધુમાં ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી હરિભકતોને સતત દર્શનદાન સાથે કથાવાર્તા સત્સંગ કરાવતા રહીને થોડો પણ સમય મળે ત્યારે ત્યારે સ્વામિનારાયણ મહામંત્રનું લેખન લખતા રહીને સવાલાખ મંગલ લેખન લખેલ. તે પણ પ્લેનની ર૧ કલાકની મુસાફર દરમિયાન બ્રહ્મસંહિત પુરૂષોત્તમ પ્રકાશ ગ્રંથનું વાંચન કરી પાઠ પૂર્ણ કરેલ.

આ પ્રસંગે તેઓ શ્રી  એ કહેલ કે ત્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હરિભકતોએના સમર્પણથી મેલબોર્ન શહેરમાં જમીન સંપાદન કરાઇ છે. અહીં પણ સંતોના સતત નિવાસથી લોકોના જીવન સદાચાર અને ભકિતમય બનતા રહેશે.

વધુમાં તેઓશ્રીએ ઓસ્ટ્રેલીયા દેશની શિસ્ત, સમર્પણતા, યુનિવર્સિટીના અભ્યાસો કેવળ પુસ્તકીયું નહિ પણ પ્રેકટીકલ જ્ઞાન આપતી શિક્ષણ પધ્ધતિની વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સંતોએ પ્લેન કે ટ્રેનની યાત્રા દરમ્યાન ભગવાનશ્રી સ્વામીનારાયણ બાંધેલા અને ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજે શીખવેલ રીતે પ્રમાણે સંતોએ પલેન કે ટ્રેનમાં બેશે પછી ૧૦,ર૦ કે રપ કલાક થાય પરંતુ જળાયાન કરી શકાતુ નથી હોતું તો જમવાની તો વાત ન આવે. જે તે ઠેકાણે પહોંચી સ્નાન કરી સ્વહસ્તે ભગવાનનાં ભોજન-થાળ બનાવી પછી થી ભોજન-પ્રસાદ લેવાનો હોય છે. ઓસ્ટ્રેલીયાથી ભારતના ર૧ કલાક પ્લેનની મુસાફરી જળયાન સુધા નહિ કરીને ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી આજે બોત્તેર વર્ષની ઉંમરે પણ આ નિયમો યથાર્થ પામી રહ્યા છે.

(4:20 pm IST)