Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

રામોજી ફિલ્મ સિટિ ખાતે ૧૯મીથી ૫૩ દિવસનો હોલિડે બોનાન્ઝા

(કેતન ખત્રી) અમદાવાદઃ રામોજી ફિલ્મ સિટી ખાતે ૧૯ એપ્રિલથી ૧૦ જૂન સુધી ચાલનારો હોલિડે કાસ્યિલ મેકર્સ માટે અભૂતપૂર્વ આનંદદાયી બની રહેશે. રજાઓની સીઝન સાથે સુસંગત થનારા ૫૩ દિવસના આ હોલિડે બોનાન્ઝામાં પ્રવાસીઓને અનેક પ્રકારના પરફોર્મન્સીસ, લાઈવ શો અને ઈન્ટરએકિટવ આકર્ષણો તથા મનોરંજનનો અભૂતપૂર્વ આનંદ માણવા મળશે. ઉત્તેજના અને રોમાંચથી ભરપુર એવા આ કાર્નિવલમાં સિનેમા જાદુની મજા પણ માણવા મળશે. કાર્નિવલના સમયગાળા દરમિયાન પ્રવાસીઓને રમણીય સ્થળો જાવાનો અને સાંજના સમયે બગીચાઓ તથા ઈમારતો રચનાત્મક લાઈટિંગ પેટર્ન્સ જાવા લ્હાવો મળશે. તેઓ સ્ટેજ પરફોર્મન્સ, દૈનિક લાઈવ શો, ગેમ તથા ફન રાઈડિંગ વગેરે દ્વારા મનોરંજનની મજા માણી શકશે. બર્ડ પાર્ક, બટરફાય પાર્ક તથા કુદરત આધારિત અન્ય આકર્ષણોની મુલાકાતએ એક યાદગાર સંભારણુ બની જશે. આ ઉપરાંંત અભૂતપૂર્વ બાહુબલિના સેટ્સની પણ મુલાકાત લઈ શકશે.

(2:21 pm IST)