Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

વડોદરાની અેમ.અેસ. યુનિવર્સિટીનો રેન્કીંગમાં ૨૦૦મા ક્રમાંકમાં સમાવેશ ન થતા ખરાબ પ્રદર્શન માટે વાઇસ ચાન્સેલર ઉપર ઠીકરૂ ફોડાયુ

વડોદરાઃ વડોદરામાં આવેલ અેમ.અેસ. યુનિવર્સિટીનો રેન્‍કીંગમાં ખૂબ જ નબળો દેખાવ થતા આ માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને જવાબદાર ગણવામાં આવ્યા છે.

તાજેતરમાં એમ.એસ. યુનિવર્સિટીને માનવ સંશાધન મંત્રાલયે વર્ષ 2018માં નેશનલ ઈન્સ્ટિયૂશનલ રેન્કિંગ ફ્રેમ વર્કમાં ટોપ 200માં પણ સ્થાન આપ્યુ નથી. આ રેન્કિંગમાં પછડાટ માટે અંદરોઅંદરના વિખવાદને જવાબદાર ગણાય છે. હવે આ માટે વાઇસ ચાન્સેલરને જવાબદાર ગણાવી તેમના રાજીનામાની પણ માગણી કરવામાં આવી રહી છે. 

યુનિવર્સિટીનો રેન્કિંગમાં સમાવેશ ન થતા વાઈસ ચાન્સેલર પરીમલ વ્યાસ નિરાશ થયા છે તેમજ તેમણે સરકારના માનવ સંસાધન મંત્રાલય પર જ સવાલો ઉઠાવ્યા છે. યુનિવર્સિટીમાં જોવા મળતા પ્રોફેસર્સની અસર સીધી જ યુનિવર્સિટીના રેન્કિંગ પર અસર થાય છે. ઉલ્લેખનીય છે કે એક સમય એવો હતો જયારે એમ.એસ. યુનિવર્સિટી દેશમાં ટોપ 10માં હતી પરંતુ સત્તાધીશો અને રાજકારણીઓના પાપે યુનિવર્સિટીનો ટોપ 200માં પણ સમાવેશ ન થતા વિદ્યાર્થીઓ પણ પણ ભારે નિરાશ થયા છે.

(6:37 pm IST)