Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

181 અભયમ મહિલાને મહિલા દિવસે 6 વર્ષ પૂર્ણ થયા : વલસાડ માંથી છ વર્ષ માં 11006 કોલ આવ્યા છે અને 2611 લોકોની સ્થળ પર મદદ કરી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ગુજરાતમાં મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈન ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ , ગૃહ વિભાગ , રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી હતી. જેના આજરોજ 6 વર્ષ પૂરા થયા છે.
181 અભયમ મહિલા દ્વારા માત્ર ૬ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૮,૨૫,૦૮૧ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ , બચાવ , માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૧,૬૬,૩૫૯ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. તેમના દ્વારા ૧,૧૫,૯૦૮ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે . ૫૦,૪૫૧ જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યુ વાન દ્વારા રેસક્યુ કરીને ને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા . આ પ્રસંગે જશવંત પ્રજાપતિ ચિફ ઓપરેટિંગ ઓફીસર , જીવીકે ઇએમઆરઆઇ ગુજરાતના ૬.૩ કરોડ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવ્યું કે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે . આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આજના દિવસે તેમણે ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ર ૪ X૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ છે.
181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સાથે થતી હિંસા, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, જાતિય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનુની જોગવાઇઓની પ્રાથમિક માહિતી તેમજ આર્થિક ઉપાર્જન વ્યવસાયને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સફળ બની છે.

(8:53 pm IST)
  • અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના આંકડા થોડા ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં ૬૮ હજાર અને અમેરિકામાં ૫૮ હજાર નવા કેસ નોંધાયા: જ્યારે ફ્રાન્સ અને ઇટલીમાં ૨૩ હજાર : ભારતમાં આંકડો સડસડાટ વધીને ૧૮ હજાર પહોંચ્યો છે: ભારતમાં ૨૪ કલાકમાં ૧૦૦ નવા કોરોના મૃત્યુ થયા છે અને ૧૪૦૦૦ સાજા પણ થયા છે, ૨ કરોડ ૯ લાખથી વધુને કોરોના વેકસીન મુકાઈ ગઈ છે : આ ઉપરાંત રશિયામાં ૧૧ હજાર: ઇંગ્લેન્ડમાં ૬ હજાર : યુનાઇટેડ આરબ અમીરાતમાં લગભગ ૩૦૦૦ : કેનેડામાં ૨૩૦૦ તો જાપાન અગિયારસો, સાઉદી અરેબિયામાં ૩૮૨થી લઈને ચીનમાં ૧૩, માટે ઓસ્ટ્રેલિયા ૯ અને હોંગકોંગમાં ૮ નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે access_time 12:10 pm IST

  • રાજકોટ એરપોર્ટ ઉપર રાજકોટ અને હૈદરાબાદને જોડતી પહેલી સીધી ફ્લાઇટનું ભવ્ય રીતે વોટર તોપની સલામી વડે આજે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ આગમન કરનારા અને મુસાફરોને મીઠાઇ સાથે મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરાયું હતું. access_time 12:30 pm IST

  • રાષ્ટ્રવ્યાપી લોકમતના પગલે સ્વિટ્ઝર્લન્ડે જાહેરમાં ચહેરા પરના આવરણ સહિત મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા 'બુર્કા' અથવા 'નિકાબ' પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જનમત આપ્યો છે. access_time 10:59 pm IST