Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

રાજયમાં કોરોના વાયરસની દહેશત :ડાકોરમા ફાગોત્સવ રદ : પદયાત્રીઓ દર્શન કરી શકશે

ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પુજારી અને કમર્ચારીઓને સ્વાસ્થયની ચકાસણી કરાઈ

ડાકોર : ભારતમા વધી રહેલા કોરોના વાયરસના કેસો બાદ ગુજરાતમા પણ તેના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે. જેના ભાગરૂપે સરકારે અગમચેતીના પગલારૂપે લોકોને ભીડભાડવાળી જગ્યાએ થી દુર રહેવા અને વધુ લોકોએ એકત્ર ન થવા અપીલ કરી છે.

  ફાગણ પુનમના દિવસે ડાકોરમા ૭ અને ૮ માર્ચના રોજ યોજાનારા ફાગોત્સ્વને પણ રદ કરવામા આવ્યો છે. તેમજ માત્ર પદયાત્રીઓ રણછોડરાય મંદિરના દર્શન કરી શકશે. દર વર્ષે મોટી સંખ્યામા ફાગોત્સ્વની આનંદ માણવા માટે લોકો આવતા હોય છે. જો કે ફાગણ પૂનમના રોજ દર વર્ષે ડાકોરમા મોટી સંખ્યામા ભાવિક ભક્તો એકત્ર થાય છે. તેમજ રણછોડજીના દર્શન માટે પણ લોકો આવતા હોય છે. જેના લીધે હવે જીલ્લા આરોગ્યતંત્ર પણ સર્તક બન્યું છે. તેમજ તેની માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.

ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પુજારી અને કમર્ચારીઓને સ્વાસ્થયની ચકાસણી કરી લેવામા આવી છે. તેમજ તેમને પણ સાવચેતીના પગલા રૂપે હાથમાં ગ્લોસ અને માસ્ક આપવામા આવ્યા છે . જેના લીધે કોઈપણ પ્રકારના ચેપથી બચી શકાય છે.

 ગુજરાતના મુખ્યમંત્રી કહ્યું છે કે ગુજરાતમાં કોરોના વાયરસ ની બીમારી સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક અને પૂરતી દવાઓ તેમજ સારવાર સુવિધાઓ સાથે સજજ છે.તેમણે કહ્યું કે રાજ્ય માં કોરોના વાયરસ નો કોઈ જ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આમ છતાં રાજ્ય સરકારે આ રોગ ના કોઈ પણ સંભવિત દરદીઓ માટે આઇસોલેશન વોર્ડ ની વ્યવસ્થાઓ કરેલી જ છે.અમદાવાદ અને સુરત માં સ્કીનિંગ પણ કરવામાં આવે છે.

(12:54 am IST)