Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના મહંતશ્રીએ અઢળક શુભેચ્છાઓ સાથે બોર્ડના પરીક્ષાર્થીઓનું આશિષ સહ મોં મીઠું કરાવ્યું

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની વાર્ષિક  પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. 17.53 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.43 લાખ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ આપી શકે તે માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે ત્યાં વર્ગખંડોમાં સીસીટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સળંગ 10 દિવસ  સુધી પરીક્ષાનો માહોલ સર્વત્ર છવાયેલો રહેશે ત્યારે આજથી એટલે કે

5 માર્ચ ગુરુવારની બપોરે પ્રથમ પેપર આપવા જતા ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓ ઉત્સાહિત જણાયા હતા. બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર હોવાથી શાળા કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. બપોરે સ્વામિનારાયણ હાઇસ્કૂલમાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ તથા શાળા સંચાલકો, આચાર્ય શ્રી ચોકસી સાહેબ અને શિક્ષકોએ 

કંકુ તિલક કરી, ગુલાબ પુષ્પથી સ્વાગત કરી  સાકર પ્રસાદી આપી મોં મીઠું કરાવ્યું હતું. અને ઉત્તીર્ણ થવા અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી. 

વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરીને ઉત્સવનો માહોલ જળવાઇ રહે તે માટે ઉત્સાહપૂર્ણ માહોલમાં પરીક્ષા ગોઠવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

 

(3:42 pm IST)