Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

નર્મદાનું આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે લડવા સજ્જ :ડેડીયાપાડાના વ્યક્તિનું રોજે રોજ ઓબ્ઝર્વેશન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના 42 વર્ષીય શખ્શ 4/2/2020 ના રોજ બિઝનેસ ટુર પર ઈરાન ગયા હતા અને 11/2/2020 ના રોજ તેઓ પરત ફર્યા હતા.એરપોર્ટ પર એમનું સ્કેનિંગનો રિપોર્ટ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને મળતા તબીબોની ટિમ તુરંત ડેડીયાપાડા પહોંચી હતી.અને એમની આરોગ્ય લક્ષી ચકાસણી કરી હતી.જો કે તેઓ કોરોના વાયરસની લપેટમાં ન આવ્યા હોવાનું પુરવાર થયું હતું.એ શખ્સ હાલમાં પણ તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ છે.

   બીજી બાજુ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાર આધારિત એક તબીબના થોડા દિવસો અગાઉ લગ્ન થયા હતા.તેઓ સિંગાપુર ટુર પર ગયા હતા અને રજા પુરી થતા 6/3/2020 ના રોજ પોતાની ફરજ પર હાજર થયા હતા.દરમિયાન એમની પણ જરૂરી તબીબી તપાસ થઈ હતી.અને તુરંત એમને 14 દિવસ કોરોન્ટાઈલ લીવ પર મોકલી અપાયા છે.

  નર્મદા જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.કશ્યપે જણાવ્યું હતું કે અમને ગુજરાત સરકાર તરફથી વિદેશ ગયેલા નાગરીકોનું એક લિસ્ટ આવ્યું હતું.સરકારની એવી નીતિ છે કે હાલમાં જે પણ વિદેશ જઈ પરત આવે અથવા વિદેશથી કોઈ પ્રવાસી આવે એમને કોરોના વાયરસ હોય કે ન હોય પણ 14 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે.એ મુજબ અમે ડેડીયાપાડાના એ વ્યક્તિનું રોજે રોજ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે, તેઓ બિલકુલ સ્વસ્થ છે.

(8:49 am IST)