Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

હાર્દિકને કોંગ્રેસના ટેકા સાથે અપક્ષ લડવું'તુઃ પણ કોંગ્રેસે કહયું પક્ષ જોઇન્ટ કરો તો જ ટેકો

રાજકોટઃ પાસ અગ્રણી હાર્દિક  પટેલ કયાંથી ચૂટણી લડશે તેની ભારે ચર્ચા છે ત્યારે હવે તે જામનગરથી જ લડશે અને રોજ શાંતીપૂર્વક જામનગર પંથકમાં ૩-૪ ગામડામાં લોકોને મળી રહયાના પ્રતિભાવ જાણી રહયાનું જાણવા મળે છેઃ હાર્દિકના નજીક વતુળો કહે છે કે હાર્દિકના અપક્ષ તરીકે લોકસભા લડવી હતી પરંતુ કોંગ્રેસે આ રીતે સમર્થન આપવા ઇન્કાર કરતા છેવટે  હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાનું મન બનાવી લીધુ છે.

અમરેલીમાં જે વિગતો બહાર આવી તે મુજબ પરેશભાઇ ધાનાણી ગ્રુપ ચૂંટણીમાં ટેકો આપે તેવી નહિવત શકયતા હોવાથી પણ હાર્દિકે જામનગર પંસદ કર્યાની ભારે ચર્ચા છે.

અત્યારે હાર્દિક મિડીયાથી દુર રહી જામનગરના ૩-૪ ગામડામાં રોજ ફરી ૫૦-૧૦૦ લોકોને ભેગા કરી મન જાણી રહયાનું પણ બહાર આવ્યું છે.  ૧૨મીએ હાર્દિક અને નારણ પટેલ કોંગીમાં વિધિવત જોડાઇ જશે

(4:15 pm IST)