Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

દાહોદના વાંકાનેરની સીમમાં પ્રેમસંબંધમાં આડખીલી સાળાની બનેવીના હાથે હત્યા

દાહોદ, તા. ૭ :  ફતેપુરા તાલુકાના મારમાળા ગામના કોઇ ડુબણ ફળીયામાં રહેતા પુષ્પાબેન રમેશભાઇ ભાભોરને રમેશના બનેવી હિટોલા ગામના  દિનેશ સુરમલ સંગાડાં સુંવાળા પ્રેમ સંબંધ થયો હતો. દિનેશ સંગાડા પણ પોતાની પ્રેમીકા પુષ્પાબેનને મળવા અવારનવાર મારવાળા ગામે આવતો હોઇ આ પ્રેમ સંબંધની જાણ પુષ્પાબેનના પતિ રમેશ ભાભોરને થઈ જતાં આ બાબતે રમેશ અને પત્ની પુષ્પાબેન વચ્ચે અવાર નવાર દ્યરમાં ઝઘડા થવા લાગ્યા હતા.

ત્રણ ત્રણ સંતાન થયા પછી પણ પુષ્પાબેન પોતાના નણદોઈના પ્રેમમાં પાગલ હતી. જેથી પુષ્પાબેન તથા પ્રેમી નણદોઈ દિનેશે પોતાના પ્રેમમાં આડખીલી રૂપ બનતા રમેશ ભાભોરનો કાંટો કાઢવાનો મનસુબો દ્યડી કાયો હતો. ગત તા. ૧ના રોજ રાતે દિનેશ સંગાડા પોતાના સાળા રમેશના ઘરે આવ્યો હતો. જેથી તે રાતે રમેશ અને તેની પત્ની પુષ્પાબેન વચ્ચે ઝદ્યડો થયો હતો તે વખતે મોકો મળતાં પુષ્પાબેન તથા બનેવી દિનેશ સંગાડાએ કાવતરુ ઘડી રમેશભાઇના ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને લાશનો કઇ રીતે નિકાલ કરવો ? તે પ્રશ્ન સામે આવતાં બંને જણાએ પુરાવાનો નાશ કરવા મરણ જનાર રમેશ ભાભોરની લાશને ઉઠાવી રાતના અંધારામાં જ વાંકાનેર ગામની સીમમાં લઇ ગયા હતા અને રોડની બાજુમાં આવેલ ઝાંખરામાં નાખી આવ્યા હતા. જે લાશ સવારે આઠ વાગ્યે ગામજનોએ જોતાં મરનાર રમેશભાઇ ભાભોરના ઘરે જાણ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે પ્રાથમિક તબક્કે સુખસર પોલીસે મરજ જનાર રમેશ ભાભોરની પત્ની પુષ્પાબેનએ આપેલી જાહેરાતના પગલે બંનેની ધરપકડ કરી છે.

(4:07 pm IST)