Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ચૂંટણી પૂર્વેની તમામ વહીવટી કામગીરી કાલે સાંજ સુધીમાં જ આટોપવા સરકારની સૂચના

મોડામાં મોડા સોમવાર સુધીમાં આચારસંહિતા લાગુ પડી જવાના એંધાણ : સરકારનું સારૂ દેખાય તેવા મહતમ નિર્ણયો લેવા કમર કસતા કલેકટરો

રાજકોટ તા.૭: રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી જાહેર થતા પૂર્વે પ્રજાલક્ષી  વહીવટી નિર્ણયો આવતીકાલે સાંજ સુધીમાં જ લઇ લેવા તમામ જિલ્લા તંત્રોને સૂચના આપ્યાનું જાણવા મળે છે. પડતર ફાઇલો પર જિલ્લા તંત્રોએ ધ્યાન કેન્દ્રીય કર્યું છે. છેલ્લા બે દિવસમાં શકય તેટલા વધુમાં વધુ લોકાર્પણો, ખાતમૂહુર્તો કરવા સરકારના પ્રયાસો છે. પ્રજા અને કર્મચારીઓને રાજી કરવા સરકાર ફટાફટ નિર્ણયો લઇ રહી છે. ગ્રાન્ટની ફાળવણી, ફાઇલોમાં લોકપયોગી કાર્યોની મંજુરી વગેરેને અગ્રતા આપવામાં આવી છે.

ચૂંટણી પૂર્વે કરવાપાત્ર તમામ વહીવટી કામગીરી તા. ૮મીએ સાંજ સુધીમાં આટોપવા સરકારે સૂચના આપતા જિલ્લા વહીવટી કચેરીમાં વહીવટી ગતિવિધિ તેજ બની છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત કાલે સાંજ સુધીમાં અથવા મોડામાં મોડી સોમવારે થાય તેવી ધારણા છે. તા. ૯ અને ૧૦ શનિ-રવિની રજા છે. સામાન્ય રીતે રજાના દિવસોમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થતો હોતો નથી. આચારસંહિતાના ભણકારા સ્પષ્ટ થવા લાગ્યા છે.

(3:44 pm IST)