Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વિસનગરના સવાલા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા વૃઘ્ધનું ઘટનાસ્થળે કરૂણમોત

વિસનગર તાલુકાના સવાલા ગામ નજીક અજાણ્યા વાહનચાલકે સાયકલ લઇને જઇ રહેલા ૫૬ વર્ષિય વૃધ્ધને ટક્કર મારતાં તેમનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 . વડનગર તાલુકાના કરબટીયા ગામના અને હાલ વિસનગરના કાંસા ગામે રહેતા પરમાર રમણભાઇ ડાહ્યાભાઇ સવાલા નજીક આવેલી બાલાજી સ્પેન્ટેક્ષ મિલમાં નોકરી કરતા હતા. રમણભાઇ સોમવારે સાંજે નોકરીથી સાયકલ લઇને ઘરે આવી રહ્યા હતા.

(12:57 pm IST)