Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

એસટીના ૪૫ હજાર કર્મચારીઓને ૭મા પગારપંચનો લાભ : દરેકને એરીયર્સ ૩૦ હજારથી ૧ાા લાખ સુધીનું મળશે

ત્રણ હપ્તામાં એરીયર્સ ચૂકવાશે : સેટલમેન્ટનો ગાળો ૩૧ માર્ચ - ૨૦૨૬ સુધીનો કરાયો

રાજકોટ તા. ૭ : એસટી કર્મચારીઓને રૂપાણી સરકારે રાજી કર્યા છે એસટી વિભાગના કર્મચારીઓની છેલ્લા ઘણા સમયની પડતર માંગોને સ્વીકારી લેવાઇ છે.

એસટી કર્મચારી એસોસિએશનની ડે.સીએમ નીતિન પટેલ સાથે બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં એસટી કર્મચારીના ૭જ્રાક્નત્ન પગાર પંચની માંગને સ્વીકારી લેવાઇ છે. અને તેમને ૧ એપ્રિલ ૨૦૧૮થી એરિયર્સનો લાભ પણ આપવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ફિકસ વેતન ધારકોના વેતનમાં પણ વધારો કરાશે. કંડકટરમાં ૧૪૦૦ના સ્થાને ૨૭૫૦ ગ્રેડ પે કરાયો. જયારે ડ્રાઇવરના પે સ્કેલ ૧૬૫૦થી વધારી ૧૮૦૦ કરાયો છે. જયારે એસટી કર્મચારીઓને ૩ હપ્તામાં એરિયર્સ ચૂકવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દરેક કર્મચારીને ૩ હજારથી ૩૦ હજાર સુધીનો ફાયદો થશે, ત્રણ હપ્તામાં એરીયર્સ ચૂકવાશે, કર્મચારીઓને ૩૬ હજારથી દોઢ લાખ જેવું એરીયર્સ મળશે, રાજ્ય સરકારના આ નિર્ણયને એસટી કર્મચારીઓએ ફટાકડા ફોડી વધાવી લીધો હતો.

આ સેટલમેન્ટનો સમય ૮ વર્ષ એટલે કે ૩૧ માર્ચ-૨૦૨૬ સુધી રહેશે, ત્યારબાદ દર ૧૦ વર્ષનો રહેશે. એરીયર્સ જૂન-ઓગસ્ટ અને ઓકટોબર-૨૦૧૯માં ચૂકવાશે.

(11:48 am IST)