Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વડોદરાના ૮પ હજાર વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશેઃ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં સીલ

વડોદરા: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ રહી છે. ત્યારે વડોદરામાં ડીઈઓ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. વડોદરામાં 85 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેના માટે સ્ટ્રોગ રૂમો પર પ્રશ્નપત્ર પણ આવી ગયા છે.

 

વડોદરામાં ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર બેઠક નંબર શોધવામાં મુશ્કેલી પડે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડીઈઓ પોતે સ્ટ્રોગ રૂમો અને પરીક્ષા કેન્દ્રો જઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી પડે તેની સૂચના તંત્ર ધ્વારા પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને આપવામાં આવી રહી છે સાથે પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ ઝેરોક્ષ મશીન ચાલુ રાખવાના પણ આદેશ કરાયા છે.

વડોદરામાં કેટલા પરીક્ષાર્થીઓ, કેટલા પરીક્ષા કેન્દ્રો અને શું વ્યવસ્થા કરાઈ

- ધોરણ 10માં 4 ઝોનમાં 170 પરીક્ષા કેન્દ્રો પર 55243 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 71 પરીક્ષા કેન્દ્રો પર 21,191 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

- ધોરણ 12 વિગ્યાન પ્રવાહ માં 40 પરીક્ષા કેન્દ્રો પર 8936 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

- ધોરણ 10 અને 12 મળી કુલ 281 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી કરાયા સજજ

- તમામ પરીક્ષા કેન્દ્રો પર હથીયારધારી પોલીસ ગાર્ડ રાખવામાં આવશે

- ધોરણ 10 અને 12માં 12 જેટલા સંવેદનશીલ કેન્દ્રો છે જેમાં વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીની નિમણૂંક કરાઈ

- ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિધાર્થીઓ માટે વાહન વ્યવહારની સુવિધા ઉભી કરાઈ

ડીઈઓ તંત્રના ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓને કોઈ અગવડ થાય તે માટે કોર્પોરેશન તંત્રએ પણ સુવિધા ઉભી કરી છે. કોર્પોરેશન તંત્રએ પરીક્ષા કેન્દ્રોની બહાર ટેન્ટ ઉભા કર્યા છે જેમાં પીવાના પાણીની સુવિધા સાથે બેસવા માટે ખુરશીઓમાં પણ મુકાઈ છે...જયારે પોલીસે પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લગાવી છે.

(5:11 pm IST)